ગૌતમ અદાણીની કંપનીને NTPC પાસેથી મળ્યો કોન્ટ્રાક્ટ, 6000 કરોડથી વધુની ડીલ

આ પહેલીવાર નથી જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝે NTPC તરફથી બિડ જીતી હોય. માર્ચ મહિનામાં કોલસાની કટોકટી શરૂ થઈ ત્યારે એનટીપીસીએ 5.75 એમટી કોલસાની આયાત માટે પાંચ ટ્રેન્ડ જારી કર્યા હતા.

ગૌતમ અદાણીની કંપનીને NTPC પાસેથી મળ્યો કોન્ટ્રાક્ટ, 6000 કરોડથી વધુની ડીલ
Gautam AdaniImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:48 PM

ભારતની સૌથી મોટી પાવર જનરેશન કંપની NTPC લિમિટેડે અદાણી એન્ટરપ્રાઇઝિસને કોલસાની આયાત માટે ઘણા કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ ડીલ રૂ. 6,585 કરોડની છે. આ અંતર્ગત ગૌતમ અદાણી ગ્રુપની (Adani Group) કંપની NTPC માટે 6.25 મિલિયન ટન કોલસાની આયાત કરશે.સ્થાનિક કોલસાની(Coal)  અછતને પહોંચી વળવા માટે 10 ટકા આયાતી કોલસાને મિશ્રિત કરવાના પાવર મંત્રાલયના તાજેતરના નિર્દેશને પહોંચી વળવા સરકારી માલિકીની પાવર જનરેટિંગ કંપની હવે કોલસાની આયાત કરવા ઝડપી આગેકૂચ કરી રહી છે.

કોલસાની કટોકટી સર્જાતા એનટીપીસીએએ 5.75 MT કોલસાની આયાત માટે પાંચ ટેન્ડર બહાર પાડ્યા હતા

સરકારી કંપનીએ આ સંદર્ભે છ અલગ-અલગ ટેન્ડરો બહાર પાડ્યાં હતા અને ચાર પક્ષકારો પાસેથી ટેકનિકલ બિડ મળી હતી જેમાં – અમદાવાદ સ્થિત અદી ટ્રેડલિંક, ચેન્નાઈ સ્થિત ચેટ્ટીનાડ લોજિસ્ટિક્સ અને દિલ્હી સ્થિત મોહિત મિનરલ્સ લિમિટેડ સાથે અદાણી એન્ટરપ્રાઇઝે બોલી લગાવી હતી.માર્ચમાં સતત બીજા વર્ષે ભારતમાં કોલસાની કટોકટી સર્જાતા એનટીપીસીએએ 5.75 MT કોલસાની આયાત માટે પાંચ ટેન્ડર બહાર પાડ્યા હતા અને તમામ કોન્ટ્રાક્ટ અદાણી એન્ટરપ્રાઈઝને ફાળે ગયા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. આ ટેન્ડરોની કુલ રકમ રૂ. 8422 કરોડ હતી.

NTPC એ પણ નીતિમાં કર્યા બદલાવ

જાહેર ક્ષેત્રની કંપનીના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે આયાતી કોલસો ઈન્ડોનેશિયાથી મંગાવવામાં આવશે અને એનટીપીસી ઓસ્ટ્રેલિયાથી કોલ આયાત કરવાનું વિચારી રહી નથી. હવે રસપ્રદ વાત એ છે કે અદાણી પાસે ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક 10 MTની ક્ષમતા ધરાવતી કાર્માઈલ કોલસાની ખાણ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એનટીપીસી 10 ટકાના સરકારના નિર્ધારિત કોલસા મિશ્રણના લક્ષ્યાંકને પહોંચી વળવા લગભગ 20 MT આયાતી કોલસા માટે ઓર્ડર આપવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર એનટીપીસી કોલસાની આયાત કરવાથી તેની ઇંધણની કિંમત પ્રતિ યુનિટ રૂ. 7-8 સુધી વધશે જ્યારે વિશ્વની સૌથી મોટી કોલસા કંપની અને ભારત સરકારની માલિકીની જ કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ પાસેથી સ્થાનિક કોલસો ખરીદવાથી રૂ. 2 પ્રતિ યુનિટનો ખર્ચ થાય છે. એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આયાતી કોલસાને કારણે એનટીપીસીના અંતિમ વીજ દરમાં 50-70 પૈસાનો વધારો થશે, જે ગ્રાહકોના માથે જ ઝીંકવો પડશે.

દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે સ્થાનિક કોલસાનો સ્ટોક પૂરતો નથી તે સ્વીકારીને કેન્દ્ર સરકારે બે અઠવાડિયા પહેલા તમામ રાજ્યો અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓને ચોમાસું શરૂ થાય તે પહેલાં કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">