Gautam Adani ને પડી શકે છે 937 કરોડનો ફટકો, જાણો શું છે મામલો? અને કંપનીની સ્થિતિને કેટલી પડશે અસર

ગૌતમ અદાણી(Gautam Adani)ની માલિકીની દેશની બીજી સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports and Special Economic Zone Ltd) કહ્યું છે કે તેને મ્યાનમારમાં તેના એક પ્રોજેક્ટને છોડી દેવો પડશે

Gautam Adani ને પડી શકે છે 937 કરોડનો ફટકો, જાણો શું છે મામલો? અને કંપનીની સ્થિતિને કેટલી પડશે અસર
Gautam Adani
Follow Us:
| Updated on: May 05, 2021 | 8:37 AM

ગૌતમ અદાણી(Gautam Adani)ની માલિકીની દેશની બીજી સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports and Special Economic Zone Ltd) કહ્યું છે કે તેને મ્યાનમારમાં તેના એક પ્રોજેક્ટને છોડી દેવો પડશે અને તેને રોકાણ ગયા ખાતે લખવું પડશે. જો આ પ્રોજેક્ટમાં યુ.એસ.ના પ્રતિબંધોનું ઉલ્લંઘન જોવા મળે છે તો કંપનીએ તેને છોડી દેવું પડી શકે છે. કંપનીએ તેના પર અત્યાર સુધીમાં લગભગ 127 મિલિયન ડોલર (લગભગ 937 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે.

કંપનીએ મંગળવારે એક્સચેન્જને આપેલી માહિતીમાં આ વાત કરી છે. કંપનીએ કહ્યું કે, જો મ્યાનમારને Office of Foreign Assets Control (OFAC) હેઠળ પ્રતિબંધિત દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા જો પ્રોજેક્ટ હાલના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે તો કંપની તેને છોડી દેવાની અને રોકાણ બંધ ખાતે લખી દેવાની યોજના ધરાવે છે. .

અમેરિકન પ્રતિબંધની અસર OFAC અમેરિકન ટ્રેઝરી વિભાગનો એક ભાગ છે જે દેશની વિદેશ નીતિના આધારે આર્થિક અને વેપાર પ્રતિબંધો લાદી દે છે. 1 ફેબ્રુઆરીએ મ્યાનમારમાં લશ્કરી બળવો થયો અને દેશમાં વ્યાપક વિરોધને કચડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં સેંકડો લોકોનાં મોત નીપજ્યાં છે. આની દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે અને મ્યાનમાર સેનાના અધિકારીઓ અને લશ્કરી નિયંત્રિત સંસ્થાઓ પર પ્રતિબંધો લગાવાયા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગયા વર્ષે યંગોન ઇન્ટરનેશનલ ટર્મિનલ બનાવવાનો અને સંચાલન કરવાનો કરાર અદાણી પોર્ટ્સે મેળવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તે એક સ્વતંત્ર પ્રોજેક્ટ છે જેની સંપૂર્ણ માલિકી કંપનીની છે. ઔસ્ટ્રેલિયન માનવ અધિકાર સંગઠન દ્વારા માર્ચમાં એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. દસ્તાવેજોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપની આ પ્રોજેક્ટ માટે મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશનને જમીન યુઝ ફી તરીકે ૩ કરોડ ડોલર ચૂકવશે.

12.7 કરોડ ડોલરનું રોકાણ અદાણીની કંપનીએ કહ્યું કે તેણે આ પ્રોજેક્ટ પર ૧૨.૭ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આમાંથી ૯ કરોડ ડોલર જમીનની લીઝ માટે સ્પષ્ટ ચુકવણી તરીકે આપવામાં આવ્યા છે તેમજ આશરે 300–350 લોકોએ સ્થળ પર નોકરી પર રાખ્યા છે. કંપનીનું કહેવું છે કે જો તે આ રકમ બંધ ખાતે લખે છે તો તે વધુ ફરક પડશે નહીં કારણ કે તે કંપનીની કુલ સંપત્તિના માત્ર 1.3 ટકા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">