આઈબીના ઈનપુટ બાદ વધી ગૌતમ અદાણીની સુરક્ષા, મળી Z સિક્યોરિટી

ગૌતમ અદાણી (Gautam Adani) પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ઝેડ સિક્યોરિટીની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં 30થી વધુ જવાનો તેમની સુરક્ષા માટે કાર્યરત છે.

આઈબીના ઈનપુટ બાદ વધી ગૌતમ અદાણીની સુરક્ષા, મળી Z સિક્યોરિટી
Gautam-Adani
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 10, 2022 | 8:32 PM

દેશના પ્રમુખ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે તેમને ઝેડ સિક્યોરિટી (Z Security) આપી છે. આઈબીના ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૌતમ અદાણી દેશના અબજોપતિઓમાંના એક છે અને હાલમાં તેમનું ગ્રુપ આવા ઘણા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલું છે, જે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં તેમની સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ છે. અદાણી પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ ઝેડ સુરક્ષા આપવામાં આવી છે.

શું છે ઝેડ સિક્યોરિટી?

દેશના મહત્વપૂર્ણ લોકોની સુરક્ષા માટે ઘણી કેટેગરી બનાવવામાં આવી છે. જેને એક્સ, વાય અને ઝેડ કેટેગરી કહેવામાં આવે છે. આ એસપીજી સુરક્ષા ઉપરાંત હોય છે. એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ દેશના વડાપ્રધાનની સુરક્ષા કરે છે. રાષ્ટ્રપતિની સુરક્ષા પ્રેસીડેન્ટ્સ બોડીગાર્ડસ્ પાસે હોય છે. આ પછી મહત્વપૂર્ણ લોકોની સુરક્ષાને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવે છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ઝેડ પ્લસ અને ઝેડ કેટેગરી છે. પૂર્વ વડાપ્રધાનો, કેબિનેટ મંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે.

અન્ય મહત્વપૂર્ણ લોકોને ઝેડ સુરક્ષા મળે છે. ઝેડ સુરક્ષામાં આઈટીબીપી અને સીઆરપીએફના અધિકારીઓ સહિત કુલ 33 જવાનો સુરક્ષા કોર્ડન બનાવે છે. આ સુરક્ષા મેળવતા વીઆઈપીની અવરજવર પણ નિયમો મુજબ થાય છે અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તેઓ ગમે ત્યાં આવે ત્યારે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે છે. સિક્યોરિટીનું સ્તર તેમના જીવન માટેના જોખમની ગંભીરતાને આધારે પસંદ કરવામાં આવે છે.

દુનિયાના ટોપ 5 ધનિક લોકોમાં સામેલ

ગૌતમ અદાણી હાલમાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સની રિયલ ટાઈમ લિસ્ટ મુજબ તેમની નેટવર્થ 129 અરબ ડોલરને વટાવી ગઈ છે અને હાલમાં તેઓ માત્ર ઈલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસ કરતાં વધુ અમીર છે. મુકેશ અંબાણી 98 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે આ લિસ્ટમાં દસમા સ્થાને છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati