હવે અંબાણીના વેવાઈને ટક્કર આપી રહ્યા છે ગૌતમ અદાણી, આ સરકારી કંપનીને ખરીદવાની લાગી હોડ

હવે અંબાણીના વેવાઈને ટક્કર આપી રહ્યા છે ગૌતમ અદાણી, આ સરકારી કંપનીને ખરીદવાની લાગી હોડ
Ajay Piramal & Gautam Adani (File Image)

AHVL (Adani Health Ventures Ltd) આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરશે. આ કંપની મેડિકલ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓની સ્થાપના અને સંચાલન ઉપરાંત આરોગ્ય ટેકનોલોજી આધારિત સુવિધાઓ, સંશોધન કેન્દ્રો વગેરેની સ્થાપના કરશે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 20, 2022 | 6:14 PM

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani) અને દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના વેવાઈ અજય પીરામલ (Ajay Piramal) સરકારી કંપની ખરીદવાની રેસમાં છે. અદાણી ગ્રૂપ અને પિરામલ હેલ્થકેરે સરકારી માલિકીની ગર્ભનિરોધક પ્રોડક્ટ નિર્માતા એચએલએલ લાઇફકેરને (HLL Lifecare) ખરીદવા માટે બિડ કરી છે. ડિસેમ્બર 2021ના રોજ, સરકારે કંપનીમાં તેનો 100 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રના એકમોને વેચવાનો નિર્ણય લીધો હતો. આ માટે લગભગ સાત પ્રારંભિક બિડ મળી છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમનો ભારતીય બિઝનેસ 81,000 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

અદાણી ગ્રૂપ મોટી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક ચેઈન અને ઓનલાઈન અને ડિજિટલ ફાર્મસીઓના એક્વિઝિશન દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા તૈયાર છે. આ માટે ગ્રુપે નવી કંપની પણ બનાવી છે. ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. દ્વારા સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે કે, આ હેતુ માટે, 17 મે, 2022 ના રોજ, સંપૂર્ણ માલિકીની કંપની, અદાણી હેલ્થ વેન્ચર્સ લિ. (Adani Health Ventures Ltd) ની રચના કરવામાં આવી છે.

AHVL આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરશે. આ કંપની મેડિકલ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓની સ્થાપના અને સંચાલન ઉપરાંત આરોગ્ય ટેકનોલોજી આધારિત સુવિધાઓ, સંશોધન કેન્દ્રો વગેરેની સ્થાપના કરશે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે AHVLની બિઝનેસ કામગીરી સમય સાથે શરૂ થશે.

એચએલએલનો કારોબાર

એચએલએલ લાઇફકેર એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. કંપની ગર્ભનિરોધક ઉત્પાદનો, મહિલા આરોગ્ય ઉત્પાદનો, હોસ્પિટલ પુરવઠો અને અન્ય ફાર્મા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

એચએલએલ લાઇફકેર હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેવાઓ પણ પૂરી પાડે છે. આ ઉપરાંત, તે હેલ્થકેર સેક્ટરમાં તબીબી સાધનોની ખરીદી માટે સલાહકાર સેવાઓ પણ પ્રદાન કરે છે. આ સાથે, કંપની હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોન્ટ્રાક્ટ પર સેવાઓ પણ પૂરી પાડે છે. HLL સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની જરૂરિયાતો પૂરી કરે છે.

હેલ્થ સેક્ટરમાં આવવા માટે ગ્રુપની ઘણી મોટી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. અદાણી ગ્રુપ હેલ્થકેર સેક્ટરમાં 4 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે.

81 હજાર કરોડ રૂપિયામાં ખરીદી સિમેન્ટ કંપની

બંદરોથી લઈને એરપોર્ટ અને પાવર સેક્ટર સુધી કામ કરતા આ જૂથે તાજેતરમાં સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપે સ્વિસ સિમેન્ટ કંપની હોલ્સિમના ભારતીય બિઝનેસને લગભગ 81,500 કરોડ રૂપિયા (10.5 બિલિયન ડોલર)માં ખરીદ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati