1 જાન્યુઆરીથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ પડશે, જાણો તમારા ખિસ્સા ઉપર કેટલો બોજ પડશે

1 જાન્યુઆરીથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ પડશે, જાણો તમારા ખિસ્સા ઉપર કેટલો બોજ પડશે
ordering food online will be expensive

ગ્રાહકો પર કોઈ વધારાનો ટેક્સ લેવામાં આવશે નહીં અને કોઈ નવો ટેક્સ જાહેર કરવામાં આવ્યો નથી. પહેલા ટેક્સ રેસ્ટોરન્ટ દ્વારા ચૂકવવામાં આવતો હતો હવે ટેક્સ રેસ્ટોરન્ટને બદલે એગ્રીગેટર દ્વારા ચૂકવવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Dec 27, 2021 | 9:33 AM

ઝોમેટો (Zomato) અને સ્વિગી (Swiggy) જેવી ઓનલાઈન એપ્લિકેશન આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફાર્મો (Food delivery App) માટે હવે 5 ટકા GST આપવું પડશે. જીએસટી કાઉન્સિલ(GST Council meeting) ની 45મી બેઠકમાં ફૂડ-ડિલિવેરી કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) ને જણાવ્યું હતું કે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સે તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી રેસ્ટોરન્ટ સેવા પર GST ચૂકવવો પડશે.

આ ટેક્સ ઓર્ડરની ડિલિવરીના સ્થળે વસૂલવામાં આવશે. બીજી તરફ, કાર્બોરેટેડ ફ્રૂટ ડ્રિંક્સ અને જ્યુસ પર 28 ટકા + 12 ટકા GST લાગશે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

ગ્રાહક પરેશાન થયા આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ નિર્ણયથી નારાજ છે. ગ્રાહકોને ડર છે કે નવા GST નિયમ હેઠળ તેમને ડિલિવરી માટે વધુ પૈસા ચૂકવવા પડશે. જો કે ટૂંક સમયમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ પગલાની અંતિમ ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં કારણ કે કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી. જોકે ઘણી વસ્તુઓ માટે ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

ગ્રાહકોને કોઈ અસર થશે નહીં ગ્રાહકો પર કોઈ વધારાનો ટેક્સ લેવામાં આવશે નહીં અને કોઈ નવો ટેક્સ જાહેર કરવામાં આવ્યો નથી. પહેલા ટેક્સ રેસ્ટોરન્ટ દ્વારા ચૂકવવામાં આવતો હતો હવે ટેક્સ રેસ્ટોરન્ટને બદલે એગ્રીગેટર દ્વારા ચૂકવવામાં આવશે.

ધારો કે તમે એક એપ પરથી ફૂડનો ઓર્ડર આપ્યો છે. અત્યારે રેસ્ટોરન્ટ તમારી પાસેથી પૈસા લઈ રહી છે અને આ ઓર્ડર પર ટેક્સ ચૂકવી રહી છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઘણી રેસ્ટોરન્ટ્સ ઓથોરિટીને ટેક્સ ચૂકવતી નથી. તેથી હવે આ પગલું ભરવામાં આવ્યું છે કે જે ફૂડ એગ્રીગેટર તમારું ફૂડ ઓર્ડર કરશે તે ગ્રાહક પાસેથી ટેક્સ વસૂલશે અને તે ઓથોરિટીને આપશે રેસ્ટોરન્ટને નહીં. આ રીતે કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. બીજી તરફ નાણામંત્રીએ કહ્યું કે ફૂડ ડિલિવરી એપ સ્વિગી અને જોમાટોથી ફૂડ ઓર્ડર કરવા પર વધારાનો ટેક્સ લગાવવાનો પ્રશ્ન જ નથી. આ એપ્સ એ જ ટેક્સ વસૂલશે જે રેસ્ટોરન્ટ બિઝનેસ પર લાદવામાં આવે છે.

આ ખાદ્ય ચીજો મોંઘી થશે ખાદ્યપદાર્થો અને પીણાઓમાં કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિન્ક વધુ મોંઘા બન્યા છે. તેના પર 28% GST અને 12% કમ્પેન્સેશન સેસ લાગશે. અગાઉ તે માત્ર 28%ના GSTને પાત્ર હતું. તેમજ આઈસ્ક્રીમ ખાવો મોંઘો થશે. તેના પર 18% ટેક્સ લાગશે. મીઠી સોપારી અને કોટેડ એલચી હવે મોંઘી થશે. તે પહેલા 5% GST ને આધિન હતો જે હવે 18% છે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, Sensex 550 અંક જયારે Nifty 1 ટકા તૂટ્યો

આ પણ વાંચો : ડીમેટ ખાતાધારક 31 ડિસેમ્બર પહેલા પતાવીલો આ કામ નહીંતર વર્ષ 2022 માં ખાતું ડીએક્ટિવ થઇ જશે, જાણો વિગતવાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati