1 લી એપ્રિલથી આ પરિવર્તનો તમારા જીવનને અસર કરશે: જાણો ૭ મોટા ફેરફાર વિષે

નાણાકીય વર્ષ 2021-22 1 લી એપ્રિલ થી શરૂ થવાનું છે. આગામી મહિનાથી કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે.

1 લી એપ્રિલથી આ પરિવર્તનો તમારા જીવનને અસર કરશે: જાણો ૭ મોટા ફેરફાર વિષે
7 ફેરફાર તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 2:18 PM

નાણાકીય વર્ષ 2021-22 1 લી એપ્રિલ થી શરૂ થવાનું છે. આગામી મહિનાથી કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર, એપ્રિલ 2021 થી નવું પગાર માળખું, NPS ફંડ મેનેજરના ચાર્જમાં વધારો, બેંકોના મર્જરને નવા નિયમો, EPF માં રોકાણોની દ્રષ્ટિએ આવકવેરાના નિયમમાં ફેરફાર વગેરે જેવા કેટલાક ફેરફારો 1 લી એપ્રિલ 2021 થી લાગુ પડશે છે.

LPG સિલિન્ડરની કિંમત બદલાશે દર મહિનાની પ્રથમ તારીખે, કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડરની કિંમત જાહેર કરે છે. માર્ચ 2021માં નવી દિલ્હીમાં એલપીજીની કિંમત સિલિન્ડર દીઠ 769 રૂપિયાથી વધારીને 819 રૂપિયા કરવામાં આવી હતી. આવતા મહિને વૈશ્વિક બજારોમાં પેટ્રોલિયમના ભાવમાં વધારો થવાની ધારણા હોવાથી 1 લી એપ્રિલ 2021 ના રોજ એલપીજી રસોઈ ગેસના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

નવું પગાર માળખું અમલમાં આવશે એવી અટકળો છે કે મોદી સરકાર આવતા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં નવું વેતન કોડ બિલને લાગુ કરી શકે છે. જો નવું વેતન બિલ લાગુ કરવામાં આવે છે,તો ટેક હોમ સેલેરી પર મોટી અસર પડશે, કારણ કે નવા બિલમાં ભથ્થાને આશરે 50 ટકા ઘટાડવાની જોગવાઈ છે. મૂળ પગાર વધ્યા પછી પીએફ યોગદાન અને ગ્રેચ્યુઇટી કોન્ટ્રિબ્યુશન પણ વધશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

NPS ફંડ મેનેજરના ચાર્જમાં વધારો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ પેન્શન ફંડ મેનેજર્સ (PFM) ને તેમના ગ્રાહકોને 1 એપ્રિલથી વધારે ફી લેવાની મંજૂરી આપી છે. ફીમાં વધારા સાથે મોટાભાગના PFM નફાકારક બનશે. 0.01 ટકાની જૂની કેપ પર એસેટ અંદર મેનેજમેન્ટ (AUM) ફી સાથે PFMને અત્યંત ઓછા ખર્ચ સાથે સંચાલિત કરવાની ફરજ પડે છે. નવી કેપ મોટાભાગનાને નફાકારક બનવાની મંજૂરી આપશે.

7 બેંકોનું મર્જર જો તમારું આ સાત જાહેર ક્ષેત્રની બેંકો- દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયા અને અલાહાબાદ બેંકમાં બેંક ખાતું છે તો તમારી જૂની પાસબુક અને ચેક બુક બિન-ઉપયોગી બનશે 1 લી એપ્રિલ 2021 થી આ વિવિધ બેન્કોમાં મર્જરને કારણે બદલાવથશે.

EPF માં રોકાણની આવક મર્યાદા 1 લી એપ્રિલ 2021 થી કોઈના EPF ખાતામાં રોકાણ આવકવેરાથી મુક્ત નથી. 1 લી એપ્રિલ 2021 થી એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુની ઇપીએફમાં રોકાણ પર કર લાદવામાં આવ્યો છે. એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના EPF રોકાણ પર ઇપીએફનું વ્યાજ કરપાત્ર છે.

આવકવેરાના નિયમમાં ફેરફાર TDS (Tax Deducted at Source) માટેના આવકવેરાના નિયમમાં 1 લી એપ્રિલ 2021 થી ફેરફાર કરવામાં આવશે, બજેટ ભાષણમાં સીતારામને કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ નહીં કરે તો તે સ્થિતિમાં બેંક થાપણો પરનો ટીડીએસ દર બમણો થઈ જશે. તેનો અર્થ એ કે, જો કોઈ કમાણી કરનાર વ્યક્તિ આવકવેરાના સ્લેબમાં ન આવે તો પણ આ સંજોગોમાં વસૂલવામાં આવતા

LTC cash voucher scheme કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ કન્સેશન અથવા એલટીસી કેશ વાઉચર યોજનાની મુક્તિને જાહેર કરી. આ યોજના હેઠળ, કોઈ કર્મચારી ચીજ અથવા સેવાઓની ખરીદી સામે એલટીસી ભથ્થા હેઠળ મુક્તિનો દાવો કરી શકે છે. આ યોજના ફક્ત 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે એટલે કે યોજનાનો લાભ મેળવવા માટે આ તારીખ સુધીમાં નાણાં ખર્ચવા આવશ્યક છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">