વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, સપ્તાહમાં Forex Reserves 23.3 અને Gold Reserve 8 કરોડ ડોલર વધ્યા

દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves/Forex Reserves) 19 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૨૩.૩ કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયા છે.

  • Publish Date - 1:44 pm, Sat, 27 March 21
વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, સપ્તાહમાં Forex Reserves 23.3  અને Gold Reserve  8  કરોડ ડોલર વધ્યા
Forex Reserve of India

દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves/Forex Reserves) 19 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૨૩.૩ કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જાહેર કરેલા ડેટામાં આ માહિતી જાહેર કરવામાં આવી છે. ગત સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.74 અબજ ડોલર વધીને 582.04 અબજ ડોલર થયું છે.

FCAમાં વધારો
આ અગાઉ 5 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 4.255 અબજ ડોલર ઘટીને 580.299 અબજ ડોલર થયું હતું. રિઝર્વ બેંકના ડેટા મુજબ વિદેશી ચલણ સંપત્તિ (Foreign Currency Assets -FCA) માં વધારો થવાને કારણે સપ્તાહમાં કરન્સીના ભંડારમાં વધારો થયો છે. વિદેશી ચલણ સંપત્તિ કુલ વિદેશી મુદ્રા ભંડારનો નોંધપાત્ર ભાગ બનાવે છે.

રિઝર્વ બેન્કના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં FCA 15.7 કરોડ ડોલર વધીને 541.18 અબજ ડોલર થયું છે. FCA ડ ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણ સંપત્તિનો સમાવેશ થાય છે.

સોનાના ભંડારમાં વધારો
સતત બીજા અઠવાડિયામાં સોનાના ભંડારમાં વધારો થયો છે. દેશના સોનાના ભંડારનું મૂલ્ય 8 કરોડ ડોલર વધીને 34.63 અબજ ડોલર થયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં IMF (International Monetary Fund) દ્વારા પ્રાપ્ત થયેલ વિશેષ હક 20 લાખ ડોલર ઘટીને 1.5 અબજ ડોલર થયા છે. આ જ રીતે આઇએમએફ પાસે અનામત અનામત પણ 10 લાખ ઘટીને 4.96 અબજ ડોલર થયું છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati