કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, નાણાપ્રધાને જાહેર કર્યા આર્થિક પેકેજ

નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કોવિડથી પ્રભાવિત અર્થતંત્રને વેગ આપવા માટે અનેક આર્થિક ઘોષણાઓ કરી છે. આમાં કેટલીક નવી યોજનાઓ સામેલ છે. તો કેટલીક જૂની યોજનાઓ વિસ્તૃત કરવામાં આવી છે.

કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, નાણાપ્રધાને જાહેર કર્યા આર્થિક પેકેજ
PHOTO : ANI

કોરોના મહામારી અને લોકડાઉન તેમજ વિવિધ પ્રતિબંધોને કરાને દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે. પરિવહન અઠે વ્યાપાર ધંધા બંધ રહેતા તેની માઠી અસર અર્થતંત્ર પર પડી છે. જો કે હવે ધીમે ધીમે દેશની અર્થવ્યસ્થા પાટા પર ચડી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે ઓટી જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ વિવિધ ક્ષેત્રો માટે આર્થિક પેકેજ (economic package) તેમજ અન્ય જાહેરાતો કરી છે.

કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે આર્થીક પેકેજ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરોના પ્રભાવિત ક્ષેત્રો માટે આર્થિક પેકેજ (economic package) ની જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ અને અન્ય સેક્ટર માટે 60 હજાર કરોડ ફાળવશે. હેલ્થ સેક્ટરની લોન પર વાર્ષિક 7.95% થી વધુ વ્યાજ નહિ લાગે તેમજ અન્ય સેક્ટરની લોન પર વાર્ષિક 8.25% થી વધુ વ્યાજ નહિ ચુકવવું પડે.

ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરેંટી સ્કીમ – ECLGS
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરેંટી સ્કીમ – ECLGS માટે 1.5 લાખ કરોડની વધારાની ફાળવણીની જાહેરાત કરી છે. પહેલા આ ત્રણ સ્કીમ અંતર્ગત 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. હવે ECLGS અંતર્ગત સમાવાયેલા તમામ ક્ષેત્રો માટે કુલ 4.5 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

25 લાખ લોકો માટે ક્રેડીટ ગેરેંટી સ્કીમ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ 25 લાખ લોકો માટે ક્રેડીટ ગેરેંટી સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત નાના ઉદ્યોગપતિઓ, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પાસેથી 1.25 લાખ સુધીની લોન લઈ શકશે. આ લોનની મુદત 3 વર્ષ રહેશે અને સરકાર તેની બાંહેધરી આપશે.આ યોજનાનો લાભ આશરે 25 લાખ લોકોને મળશે. 89 દિવસના ડિફોલ્ટરો સહિત તમામ પ્રકારના લોકો આ સ્કીમનો લાભ લઇ શકશે.

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (AatmaNirbhar Bharat Rozgar Yojana) ને 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં 15 હજારથી ઓછા વેતન વાળા કર્મચારીઓના PF ઉપાડની કેન્દ્ર સરકાર ચુકવણી કરે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 21.42 લાખ લાભાર્થીઓ માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

નાણાપ્રધાને કરેલી અન્ય જાહેરાતો
1) પ્રથમ 5 લાખ વિદેશી ટૂરિસ્ટ વિઝા વિના મૂલ્યે આપવામાં આવશે, જેના માટે 100 કરોડની ફાળવણી. 100 ટકા ગેરેંટી સાથે લાઇસન્સ ધારક ટુરીસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા અને ટુરીસ્ટ એજન્સીને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.

2) ખેડૂતોને 14,775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવી છે. તેમાં DAP પર 9125 કરોડની સબસિડી આપવામાં આવી છે.અત્યાર સુધીમાં 85,413 કરોડ રૂપિયા સીધા ખેડૂતોને આપવામાં આવ્યા છે.

3) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના અંતર્ગત નવેમ્બર 2021 સુધીમાં લગભગ 80 કરોડ લોકોને 5 કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવશે.

4) જાહેર આરોગ્ય માટે 31 માર્ચ 2022 સુધી 23220 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

5) નોર્થ ઇસ્ટ રીઝનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ કોર્પોરેશનના પુનરુત્થાન માટે 77.45 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે.

6) નિકાસને પ્રોત્સાહન આપવા રૂ.88 હજાર કરોડનો નિકાસ વીમા સુરક્ષા કવચ.દેશના લગભગ 30% નિકાસકારોને તેનો લાભ મળે છે.

7) ડિજિટલ ઇન્ડિયા (Digital India) અંતર્ગત ભારતનેટ બ્રોડબેન્ડ યોજના (BharatNet Broadband Scheme) હેઠળ દરેક ગામ સુધી ઇન્ટરનેટ પહોચાડવા માટે રૂ. 19041 કરોડ ખર્ચ કરવામાં આવશે.

8) મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટે PLI સ્કીમમાં એક વર્ષ વધારીને 2025-26 સુધી લંબાવવામાં આવી છે.

9) ઉર્જાક્ષેત્રમાં સુધારા માટે 3.03 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

10) પીપીપી પ્રોજેક્ટ્સ અને એસેટ મોનીટાઈઝેશન માટે નવી નીતિ લાવવામાં આવશે. આનાથી પીપીપી પ્રોજેક્ટ્સની મંજૂરીને વેગ મળશે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati