ફ્લિપકાર્ટએ અદાણી ગ્રુપ સાથે કરી ભાગીદારી, 2500 લોકોને અપાશે રોજગારી

વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે(flipkart) તેની લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર ક્ષમતાઓને મજબૂત કરવા માટે અદાણી(અદાણી) જૂથ સાથે વ્યાપારી ભાગીદારી કરી હોવાની કંપનીએ માહિતી જારી કરી છે.

  • Updated On - 12:59 pm, Mon, 12 April 21
ફ્લિપકાર્ટએ અદાણી ગ્રુપ સાથે કરી ભાગીદારી,  2500 લોકોને અપાશે રોજગારી
પ્રતીકાત્મક તસ્વીર

વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે(flipkart) તેની લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર ક્ષમતાઓને મજબૂત કરવા માટે અદાણી(અદાણી) જૂથ સાથે વ્યાપારી ભાગીદારી કરી હોવાની કંપનીએ માહિતી જારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત લગભગ 2500 લોકોને સીધી રોજગાર અપાશે.

ફ્લિપકાર્ટ સાથે અદાણી પોર્ટ્સ લિમિટેડ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ આ ભાગીદારીના ભાગ રૂપે સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને ગ્રાહકોને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે કામ કરશે. કંપનીના નિવેદનમાં જણાવ્યા મુજબ આ કમ્પનીઓ સાથે મળીને કામ કરશે જોકે આ ભાગીદારીની નાણાકીય વિગતો જાહેર કરવામાં આવીનથી.

અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ મુંબઈમાં તેના આગામી લોજિસ્ટિક્સ હબ ખાતે 5.34 લાખ ચોરસ ફૂટનો વેરહાઉસ બનાવશે જે પશ્ચિમ ભારતમાં ઇ-કોમર્સની વધતી માંગને પહોંચી વળવા માટે ફ્લિપકાર્ટને ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ અદાણીકોનેક્સના ચેન્નઈ પ્લાન્ટમાં પોતાનું ત્રીજું ડેટા સેન્ટર સ્થાપશે. અદાનીકોનેક્સ એ એજકોનેક્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

કંપનીને જણાવવામાં આવ્યું હતું કે આ ભાગીદારી ફ્લિપકાર્ટની સપ્લાય ચેનને મજબુત બનાવશે, નાના અને મધ્યમ ઉદ્યોગોને મદદ કરશે અને 2500 લોકોને સીધી અને પરોક્ષ રોજગારી આપશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેન્દ્ર અત્યાધુનિક તકનીકીઓથી સજ્જ હશે અને 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ કેન્દ્રમાં એક કરોડ એકમો માટે સુવિધા ઉપલબ્ધ રાખવાની ક્ષમતા હશે.