ફરીથી ઉડાનની તૈયારીઓ, 25 ફ્લાઈટ્સ સાથે શરૂ થઈ શકે છે જેટ એરવેઝ

જેટ એરવેઝની ફ્લાઈટ ફરી એકવાર ઉડાન માટે તૈયાર છે. કંપનીને એક નવો ખરીદદાર મળી ગયો છે. jalan kalrock consortiumએ લેણદારોની સમિતિ દ્વારા નાદાર જેટ એરવેઝની બિડ જીતી લીધી છે.

ફરીથી ઉડાનની તૈયારીઓ, 25 ફ્લાઈટ્સ સાથે શરૂ થઈ શકે છે જેટ એરવેઝ
Jet Airways
Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Feb 22, 2021 | 6:19 PM

જેટ એરવેઝની ફ્લાઈટ ફરી એકવાર ઉડાન માટે તૈયાર છે. કંપનીને એક નવો ખરીદદાર મળી ગયો છે. jalan kalrock consortiumએ લેણદારોની સમિતિ દ્વારા નાદાર જેટ એરવેઝની બિડ જીતી લીધી છે. અહેવાલ અનુસાર consortium શરૂઆતમાં જેટ એરવેઝને 25 ફ્લાઈટ્સ સાથે રજૂ કરશે.

આ યોજના સિવિલ એવિએશન મંત્રાલય પાસે જશે

NCLTની મંજૂરી બાદ આ યોજનાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં મોકલવામાં આવશે. ત્યારબાદ તેને સિવિલ એવિએશન ડિરેક્ટોરેમાં રિફર કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે જેટ એરવેઝ આ ઉનાળાથી ફરી ઉડાન ભરી શકે છે. જો કે, તે પહેલાં consortiumને રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની ઠરાવ યોજનાની મંજૂરી લેવી પડશે. અહેવાલ અનુસાર આ મંજૂરી આગામી 3-4 મહિનામાં મળી શકે છે.

4-6 મહિનામાં શરુ થવાની અપેક્ષા

consortiumએ કહ્યું કે NCLTના નિર્ણય પછી અમે 4-6 મહિનામાં એરલાઈન શરૂ કરી દઈશું. કંપનીનું માનવું છે કે ઉડ્ડયન ક્ષેત્ર એક સારું ક્ષેત્ર છે. ભારે નુકસાન અને દેવાના કારણે જેટ એરવેઝ એપ્રિલ 2019થી બંધ થઈ ગઈ હતી. કંપનીના પ્રમોટર નરેશ ગોયલને 500 કરોડની જરૂર હતી. જેટ એરવેઝને ધીરાણ આપતી બેંકોના કન્સોર્ટિયમે નરેશ ગોયલને કંપનીના બોર્ડમાંથી હટાવ્યા હતા. બાદમાં કર્મચારીઓનો પગાર અને અન્ય ખર્ચ પૂરો પાડવો પણ મુશ્કેલ બની ગયો હતો. આ પછી તે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. જેટ એરવેઝ બંધ થયા બાદ તેના લગભગ 17 હજાર કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેરોજગાર બની ગયા હતા.

જેટ પાસે 120 ફ્લાઈટ હતી

જેટ પાસે કુલ 120 ફ્લાઈટ્સ હતી. જો કે જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 ફ્લાઈટ્સ રહી ગઈ હતી. માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ખાધ વધીને 5,535.75 કરોડ રૂપિયા થઈ ગઈ. જેટને ફ્લાઈટ સર્વિસ ફરી શરૂ કરવા મોટી સંખ્યામાં નવી નિમણૂકો કરવી પડશે. જોકે કંપની બંધ થઈ ગઈ છે, પરંતુ પાછલા 6 મહિનાથી તેના શેર સતત અપર સર્કિટ અને લોઅર સર્કિટ ધરાવે છે.

કર્મચારીઓને મળશે તક

કંપની 25 ફ્લાઈટ્સથી શરૂઆત કરશે. તેથી તે 17 હજાર કર્મચારીઓને તો નહીં લે. તે જેટ એરવેઝના જ કર્મચારીઓને પ્રથમ પ્રાધાન્ય આપશે. તેમાં બે વસ્તુઓ હશે, જો કર્મચારી કન્સોર્ટિયમની શરતો પર આવે છે તો તેને રાખશે નહીં તો નવી નિમણૂક કરશે. જૂના કર્મચારીઓનો પગાર બાકી હોવાથી તેઓ કંપની પાસે માંગી શકે છે. નવી કંપની આ ભાર સહન કરશે નહીં.

શેર્સમાં સતત અપર અને લોઅર સર્કિટ્સ

થોડા દિવસો સુધી શેરમાં વધારો ચાલુ રહે છે અને અપર સર્કિટ લાગતી રહે છે. પછી થોડા દિવસો સુધી સતત નીચે પડે છે અને લોઅર સર્કિટ શરૂ થાય છે. આમાં લોઅર અને અપર સર્કિટની મર્યાદા 4.99% છે. એટલે એક જ દિવસમાં લોઅર સર્કિટ અથવા અપર સર્કિટમાં શેર ન તો આનાથી વધુ નીચે આવી શકે છે કે ના આનાથી વધુમાં ઉપર જઈ શકે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્ટોક 13 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ વર્ષે 11 જાન્યુઆરીએ તે 165 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને શુક્રવારે તે 109 રૂપિયા પર બંધ થયો છે.

આ પણ વાંચો: પૃથ્વી બચાવવા ધર્મની શરણમાં UN: ધાર્મિક સંસ્થાઓ પાસે વિશ્વના ચોથા ભાગની અર્થવ્યવસ્થા, 10% જમીન

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati