ફર્ટિલાઇઝર કંપની IFFCO કોરોના દર્દીઓની મદદે આવી, ગુજરાતમાં કલોલ સહીત દેશમાં 4 સ્થળોએ OXYGEN નું ઉત્પાદન કરશે

કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની આખી સિસ્ટમ હચમચી ઉઠી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે લોકોનું જીવન જોખમમાં મુકાયું છે. આવી સ્થિતિમાં સરકાર સહિત અનેક કંપનીઓ પણ શક્ય પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં પ્રખ્યાત ફર્ટિલાઇઝર કંપની IFFCO પણ આગળ આવી છે. કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. ત્રીજા પ્લાન્ટ પર કામ […]

ફર્ટિલાઇઝર કંપની IFFCO કોરોના દર્દીઓની મદદે આવી, ગુજરાતમાં કલોલ સહીત દેશમાં 4 સ્થળોએ OXYGEN નું ઉત્પાદન કરશે
કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 7:56 AM

કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની આખી સિસ્ટમ હચમચી ઉઠી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે લોકોનું જીવન જોખમમાં મુકાયું છે. આવી સ્થિતિમાં સરકાર સહિત અનેક કંપનીઓ પણ શક્ય પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં પ્રખ્યાત ફર્ટિલાઇઝર કંપની IFFCO પણ આગળ આવી છે. કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. ત્રીજા પ્લાન્ટ પર કામ 30 મેથી શરૂ થશે.

આ સાથે હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઓક્સિજન આપવામાં આવશે. જે લોકોના જીવ બચાવવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ઉત્તર પ્રદેશના ફુલપુરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. કંપની પ્લાન્ટ માટે આશરે 30 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. કંપનીની આ પહેલથી લાખો લોકોને આશાની નવી કિરણ મળશે.

આ સ્થળોએ ઉત્પાદન કરશે  IFFCO યુપીના ફુલપુર, બરેલીમાં આમલા, ઓડિશામાં પારાદીપ અને ગુજરાતમાં કાલોલમાં પ્લાન્ટ સ્થાપશે. અહીં તૈયાર થતો ઓક્સિજન આસપાસના વિસ્તારોની હોસ્પિટલોમાં વિના મૂલ્યે પૂરો પાડવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ક્ષમતા પ્રતિ કલાક 130 ક્યુબિક મીટર હશે ઉત્તર પ્રદેશના ફૂલપુર ખાતે પ્લાન્ટ શરૂ કરવા અંગે IFFCOના એમડી અને સીઈઓ યુ.એસ. અવસ્થીએ ટ્વીટ કર્યું છે કે આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ કલાક 130 ઘનમીટર હશે. સહકારી સંસ્થા દ્વારા ફુલપુર યુનિટમાં ત્રીજો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 30 મેથી કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઓડિશાના પારાદીપ યુનિટમાં ચોથા ઓક્સિજન પ્લાન્ટમાં પણ કામ ચાલી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">