વિશ્વમાં આ વર્ષે વૈશ્વિક મંદીના ભયની ચિંતા, ભારત માટે આફતમાંથી અવસરની તક પરિવર્તિત થશે : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

આ બેઠકમાં ભારતની અનેક હસ્તીઓ અને નેતાઓ ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની અને આરકે સિંહ સામેલ થશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, બીએસ બોમાઈ અને યોગી આદિત્યનાથ પણ અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

વિશ્વમાં આ વર્ષે વૈશ્વિક મંદીના ભયની ચિંતા, ભારત માટે આફતમાંથી અવસરની તક પરિવર્તિત થશે : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
Probability of global recession in 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 9:16 AM

વર્લ્ડ ઈકોનોમિક ફોરમએ સોમવારે પોતાના ચીફ ઈકોનોમિસ્ટ ફોરકાસ્ટ સર્વેમાં મોટો ખુલાસો કર્યો છે. સર્વેમાં આ વર્ષે 2023માં વૈશ્વિક મંદીની સંભાવના છે. આ સાથે જ આ મંદીમાં ભારતને ફાયદો થવાનો મામલો સામે આવી રહ્યો છે.  WEFની વાર્ષિક બેઠક સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાવાની છે. આ 5 દિવસીય બેઠક 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ બેઠકની થીમ ‘કોઓપરેશન ઇન એ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ’ રાખવામાં આવી છે. આ બેઠકમાં યુક્રેન સંકટ, વૈશ્વિક મોંઘવારી, જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં ભારતની અનેક હસ્તીઓ અને નેતાઓના  ભાગ લેશે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની અને આર કે સિંહ સામેલ થશે.

2023માં વૈશ્વિક મંદી આવી શકે છે

WEFના સર્વે અનુસાર 2023માં વૈશ્વિક મંદીની સંભાવના છે. જેમાં ફૂડ, એનર્જી અને મોંઘવારી પર ખાસ અસર જોવા મળશે. બાંગ્લાદેશ અને ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોની અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક પ્રવાહોથી લાભ મેળવી શકે છે. વૈશ્વિક વેપાર જગતમાં ઉતાર-ચઢાવનું વાતાવરણ રહેશે. જેના કારણે વૈશ્વિક સ્તરે માલની આયાત અને નિકાસમાં ઘટાડો થશે.

અમેરિકા અને યુરોપમાં નાણાકીય કટોકટી આવશે

અહેવાલો અનુસાર, WEFના મુખ્ય અર્થશાસ્ત્રી સમુદાયના મોટાભાગના લોકોનું માનવું છે કે અમેરિકા અને યુરોપમાં વધુ નાણાકીય તંગી ઊભી થવાની છે. 2023માં વૈશ્વિક મંદીની શક્યતા છે. તેમાંથી 18 ટકા લોકોએ તેની ઊંચી સંભાવના વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર 2022માં કરાયેલા અગાઉના સર્વેની તુલનામાં આ આંકડો બમણાથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સ્વિટ્ઝર્લેન્ડે તૈયારીઓ પૂર્ણ કરી

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકની સુરક્ષાને લઈને સ્વિત્ઝર્લેન્ડે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વિશ્વભરના હજારો નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, આ નાના શહેરને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કામ માટે હજારો સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં સૈન્યના 5,000 થી વધુ લોકો અને નાગરિક સંરક્ષણ સેવાના સેંકડો પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે. તેઓએ WEF મીટિંગ માટે ક્રિસમસ પહેલા કામ શરૂ કર્યું હતું અને સરકારે 10-26 જાન્યુઆરી વચ્ચે 5,000 કર્મચારીઓને તૈનાત કર્યા છે. મીટિંગ સમાપ્ત થયાના એક દિવસ પછી ડેવોસ પરની એરસ્પેસ 21 જાન્યુઆરી સુધી પ્રતિબંધિત રહેશે.

આ  ભારતીય નેતાઓ બેઠકમાં સામેલ થશે

આ બેઠકમાં ભારતની અનેક હસ્તીઓ અને નેતાઓ ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની અને આરકે સિંહ સામેલ થશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, બીએસ બોમાઈ અને યોગી આદિત્યનાથ પણ અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, રાજેશ ગોપીનાથ, સીપી ગુરનાની, રિષદ પ્રેમજી, વિજય શેશર શર્મા, એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા હાજરી આપે તેવી અપેક્ષા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">