વિદેશી રોકાણકારોનું મનપસંદ સ્થળ બન્યું ભારત, પહેલા ત્રિમાસિક ગાળામાં FDIમાં બમણાથી વધુનો ઉછાળો

ચાલુ નાણાકીય વર્ષમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જૂન ક્વાર્ટરમાં FDI બમણું થઈને 22.53 અરબ ડોલર થઈ ગયું. શેરબજારમાં FDIમાં 168 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

વિદેશી રોકાણકારોનું મનપસંદ સ્થળ બન્યું ભારત, પહેલા ત્રિમાસિક ગાળામાં FDIમાં બમણાથી વધુનો ઉછાળો
શેરબજારમાં FDI માં 168 ટકાનો મોટો ઉછાળો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:40 PM

FDI in India: વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશમાં ઈક્વિટી વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ બમણાથી પણ વધારે 17.57 અરબ ડોલર થયો છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નીતિગત સુધારાઓ અને વેપારમાં સરળતાને કારણે FDI નો પ્રવાહ વધ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં દેશમાં કુલ એફડીઆઈનો પ્રવાહ  22.53 અરબ ડોલર રહ્યો, જે એક વર્ષ અગાઉ આ સમયગાળા દરમિયાન 11.84 અરબ ડોલર હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં FDI ઇક્વિટી ઇનફ્લો 168 ટકા વધીને 17.57 અબજ ડોલર થયો છે, જે એક વર્ષ પહેલા આ જ  સમય ગાળામાં 6.56 અબજ ડોલર હતો. કુલ FDI ઇક્વિટી ઇનફ્લોમાં સૌથી વધારે 27 ટકા હિસ્સો ઓટોમોબાઇલ ક્ષેત્રનો રહ્યો. ત્યારબાદ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર (17 ટકા) અને સર્વિસ સેક્ટર (11 ટકા)નો  હિસ્સો રહ્યો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કર્ણાટકને સૌથી વધુ FDI મળ્યું

માહિતી અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એકલા કર્ણાટકને FDI ઇક્વિટી ઇનફ્લોનો 48 ટકા હિસ્સો મળ્યો છે. તે પછી મહારાષ્ટ્ર 23 ટકા સાથે અને દિલ્હીને 11 ટકા હીસ્સો  છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે એફડીઆઈ નીતિના મોરચે સરકારે લીધેલા પગલાં, રોકાણની સરળતા અને વેપારમાં સરળતાએ દેશમાં એફડીઆઈનો પ્રવાહ વધાર્યો છે.

FDIમાં સતત સુધારો થઈ રહ્યો છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં સીધું વિદેશી રોકાણ (FDI) વધી રહ્યું છે અને આ વર્ષે મે મહિનામાં તે વધીને 12.1 અરબ ડોલર પર પહોચી ગયું છે. ભારતને 2020-21માં અત્યાર સુધીનો સૌથી વધુ FDI પ્રવાહ મળ્યો છે. તે 10 ટકા વધીને 81.72 અરબ ડોલર થયું છે. તેમજ મે 2021માં FDI 12.1 અરબ ડોલર રહ્યું જે મે 2020ની તુલનામાં 203 ટકા વધારે છે.

માર્ચમાં FDIમાં ઘટાડો જોવા મળ્યો હતો

એપ્રિલ 2021 માં દેશમાં આવનારું કુલ ફોરેન ડીરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ  6.24 અરબ ડોલર રહ્યું. એપ્રિલ 2020 ની સરખામણીમાં આ 38 ટકા વધારે છે. એપ્રિલ 2020 માં દેશમાં કુલ 4.53 અરબ ડોલરનું FDI આવ્યું હતું. માર્ચ 2021 માં વાર્ષિક ધોરણે FDI માં ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે માર્ચમાં કુલ FDI 2.87 અરબ ડોલર હતું. જે ગયા વર્ષના સમાન ગાળામાં 4.27 અબજ ડોલર હતું. ફેબ્રુઆરીમાં પણ FDIમાં ઘટાડો નોંધાયો હતો. ફેબ્રુઆરી 2021 માં કુલ FDI 2.58 અરબ ડોલર હતુ જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 3.36 અરબ ડોલર રહ્યું હતું.

આ પણ વાંચો :  શું ધીમે ધીમે ગાયબ થઈ જશે 2000 રૂપિયાની નોટ? જાણો શું છે RBIની યોજના

આ પણ વાંચો :  Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">