ખેડૂતો હવે વીજળી માટે ફાંફા નહિ મારે પણ વીજળી વેચી બમ્પર કમાણી કરશે, જાણો કઈ રીતે શક્ય બનશે

ખેડૂતો હવે વીજળી માટે ફાંફા નહિ મારે પણ વીજળી વેચી બમ્પર કમાણી કરશે, જાણો કઈ રીતે શક્ય બનશે

સરકાર ખેત ઉત્પાદન અને ખેડૂતોના જીવનધોરણને વધારવા માટે અનેક યોજનાઓ લાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સાથે કેન્દ્ર સરકારે ખેડૂતોને મફત વીજળી પહોંચાડવાની યોજના તૈયાર કરી છે. આ યોજનાથી ખેડૂતોને વિના મૂલ્યે વીજળી મળશે. 

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 08, 2021 | 10:55 AM

સરકાર ખેત ઉત્પાદન અને ખેડૂતોના જીવનધોરણને વધારવા માટે અનેક યોજનાઓ લાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સાથે કેન્દ્ર સરકારે ખેડૂતોને મફત વીજળી પહોંચાડવાની યોજના તૈયાર કરી છે. આ યોજનાથી ખેડૂતોને વિના મૂલ્યે વીજળી મળશે.

આ યોજના મુજબ, ખેડૂતોને પણ યોગ્ય સમયે વીજળી મળી શકશે. આ કેન્દ્ર સરકારની યોજનાનું નામ છે પ્રધાન મંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન એટલે કે પીએમ કુસુમ યોજના. પીએમ કુસુમ યોજનાના માધ્યમથી ખેડુતોના ખેતરોમાં સૌર ઉર્જા  સંચય કરાશે . ખડૂત  ખેતરો સિંચાઈ  ઉપરાંત વધારાની વીજળી ઉત્પન્ન કરી શકશે

યોજના શું છે? આ યોજના દ્વારા ખેડુતો તેમના ખેતરોમાં સોલર પેનલ લગાવી શકે છે. સોલાર પેનલ્સ દ્વારા, ખેડૂતો એક રીતે સિંચાઈ માટે વીજળી મેળવી શકશે. સાથસાથે ખેડૂતને વીજળીની રાહ જોવી પડતી નથી અને વીજળી મેળવવાનો ઘણો ફાયદો છે.

કેવી રીતે લાભ મળશે? આ યોજના દ્વારા ખેડૂતને સોલર પેનલ આપવામાં આવે છે. આ માટે સરકાર 60 ટકા સુધીની સબસિડી આપે છે અને આ ઉપરાંત, બેંક લોન દ્વારા 30 ટકા સરળતાથી ખેડુતો મેળવે છે. ખેડૂતે માત્ર 10 ટકા નાણાં જ જમા કરાવવા પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ખેડૂત સોલર પેનલ સ્થાપવા માટે જે ખર્ચ કરે છે તેનો 60 ટકા સરકાર ચૂકવે છે, જ્યારે 30 ટકા રકમ બેંક લોનમાંથી આવે છે. આ પછી, ખેડૂતને માત્ર 10 ટકા ચૂકવવા પડશે.

કેટલી આવક મળશે ? યોજના દ્વારા ખેડૂતને ઘણા ફાયદા થાય છે. ખેડૂતને સિંચાઈ માટે સરળ વીજળી મળે છે. આ સિવાય, ફાયદો એ છે કે તે ખેડૂતના ઉપજમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. જો ઉત્પન્ન થતી વીજળીની માત્રા કરતા ઓછી જરૂર હોય, તો ખેડૂત તેને વીજ વિભાગને આપી શકે છે, જેનાથી ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે.

કેવી રીતે અરજી કરવી તેનો લાભ લેવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ https://mnre.gov.in/ પર જઈને નોંધણી કરાવી શકો છો. આ માટે આધારકાર્ડ, સંપત્તિના દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી આપવાની રહેશે. આ માટેની કેટલીક શરતો છે, જેમાં વિદ્યુત પેટા સ્ટેશનનું અંતર વગેરે શામેલ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati