EPFOએ લોન્ચ કરી ઇલેક્ટ્રોનિક સુવિધા, ક્યા કર્મચારીઓને થશે લાભ અને નોંધણી કેવી રીતે કરશો? જાણો અહેવાલમાં

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ મોટા નિયોક્તા (PRINCIPAL EMPLOYERS) માટે ઇલેક્ટ્રોનિક સુવિધા શરૂ કરી છે, જેનાથી તેમના કોન્ટ્રાક્ટરોને EPF કમ્પ્લાયન્સેસ જોવામાં સરળતા થશે.

EPFOએ લોન્ચ કરી ઇલેક્ટ્રોનિક સુવિધા, ક્યા કર્મચારીઓને થશે લાભ અને નોંધણી કેવી રીતે કરશો? જાણો અહેવાલમાં
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 06, 2021 | 7:45 AM

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ મોટા નિયોક્તા (PRINCIPAL EMPLOYERS) માટે ઇલેક્ટ્રોનિક સુવિધા શરૂ કરી છે, જેનાથી તેમના કોન્ટ્રાક્ટરોને EPF કમ્પ્લાયન્સેસ જોવામાં સરળતા થશે. ઇપીએફઓએ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી. આ સિવાય ઇપીએફઓએ બીજી નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત કર્મચારીઓ ઘરે બેઠા બેઠા નોકરી છોડવાની તારીખ અપડેટ કરી શકે છે.

જાણો કોણ હોય છે PRINCIPAL EMPLOYERS ફેક્ટરીમાં માલિક, ઉદ્યોગપતિ અથવા મેનેજરને મુખ્ય નિયોક્તા (PRINCIPAL EMPLOYERS) માનવામાં આવે છે. કેટલીક સંસ્થા અથવા કંપનીમાં તે વ્યક્તિ કે જે સંસ્થા અથવા કંપનીના નિયંત્રણ અને દેખરેખમાં સામેલ હોય તે પણ મુખ્ય નિયોક્તા માનવામાં આવે છે. મુખ્ય નિયોક્તા તે છે જે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર મંજૂરી આપે છે. ઇપીએફઓએ અસરકારક પાલન માટે સંબંધિત કરાર કરનારા નિયોક્તા સાથે મુખ્ય નિયોક્તાને એકબીજા સાથે જોડવાની સુવિધા શરૂ કરી છે.

આ ઓનલાઇન સુવિધા માટે કેવી રીતે નોંધણી કરાવવી? આ સુવિધા મેળવવા માટે કર્મચારીઓ ઇપીએફઓ વેબસાઇટ https://unifiedportal-emp.epfindia.gov.in/epfo/ ની મુલાકાત લઈ શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નોકરી છોડવાની તારીખ જાતે દાખલ કરી શકો છો EPFOએ તેના ખાતાધારકો માટે એક ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. આ સાથે ઇપીએફ એકાઉન્ટ ધારકો નોકરી છોડવાની તારીખ પોતે જ અપડેટ કરી શકે છે. એટલે કે જ્યારે તેઓ તેમની સંસ્થા છોડશે ત્યારે તેઓ ઇપીએફઓના રેકોર્ડમાં જણાવી શકશે.

ઓનલાઇન અપડેટ કેવી રીતે કરવું

>> યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ની મુલાકાત લઈને UAN અને પાસવર્ડ સાથે લોગઇન કરો.

>> આ પછી Manage પર જાઓ અને Mark Exit પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન હેઠળ Select Employment માંથી PF Account Number પસંદ કરો.

>> પછી Date of Exit અને Reason of Exit નું કારણ દાખલ કરો. પછી Request OTP પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઇલ નંબરથી પ્રાપ્ત ઓટીપી દાખલ કરો.

>> અંતમાં Update બાદ OK પર ક્લિક કરો. Date of Exit સફળતાપૂર્વક અપડેટ થઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">