EPFO : 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર દિવાળી પહેલા તમારા ખાતામાં પૈસા જમા કરશે

EPFOમાં નોંધાયેલા 6 કર્મચારીઓને આ પગલાનો લાભ મળશે. 12 માર્ચે EPFOના સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2022 માટે PF પર 8.1 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી.

EPFO : 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર દિવાળી પહેલા તમારા ખાતામાં પૈસા જમા કરશે
Employees Provident Fund Organisation (EPFO)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 8:10 AM

નોકરિયાત(Employee) લોકો માટે આ વર્ષની ફેસ્ટિવલ સિઝન વધુ ખાસ રહેવાની છે. વાસ્તવમાં 2022 દરમિયાન Employees’ Provident Fund Organisation​​દ્વારા વ્યાજની ચૂકવણી બાકીના વર્ષની સરખામણીમાં એટલે કે આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન થવાની અપેક્ષા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ પાછલા વર્ષોની જેમ તમારે વ્યાજની રકમ મેળવવા માટે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે નહીં. EPFO દ્વારા દિવાળી પહેલા રકમ જમા થઇ શકે છે. આ વર્ષે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં આવી રહી છે એટલે કે સરકાર દ્વારા ઓક્ટોબર અથવા તે પહેલા ખાતામાં પૈસા જમા કરાવી શકાય છે.

શા માટે પૈસા વહેલા મળશે

રિપોર્ટમાં પૈસા જલ્દી મળવાના બે કારણો ગણવામાં આવ્યા છે, પ્રથમ કારણ મુજબ પીએફનો વ્યાજ દર હાલમાં ઘણા વર્ષોથી નીચા સ્તરે છે તેથી નાણા મંત્રાલય તેમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. નાણાકીય વર્ષ 2022 માટે PF પર 8.1 ટકાના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી છે જે 43 વર્ષની નીચી સપાટી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં નાણામંત્રાલય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા વ્યાજ દરને સમીક્ષા કર્યા વિના મંજૂરી આપી શકે છે. બીજી તરફ નીચા દરે વ્યાજની વહેલી ચુકવણીથી EPFOની નાણાકીય સ્થિતિ સુધરશે. હકીકતમાં નિયમો અનુસાર જ્યાં સુધી નાણાં મંત્રાલય દ્વારા નવા દરોને મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી પીએફ સેટલમેન્ટ અગાઉના દરો પર કરવામાં આવે છે જે હાલમાં 8.5 ટકા છે. એક તરફ જો મંજૂરી વહેલી મળી જશે તો વ્યાજ વહેલું ચૂકવવામાં આવશે જ્યારે પીએફ સેટલમેન્ટ (કોઈપણ કારણસર કર્મચારીઓ દ્વારા પીએફમાંથી પૈસા ઉપાડવા પર સેટલમેન્ટ) 8.5 ટકાને બદલે 8.1 ટકા હશે જે નાણાકીય બોજ ઘટાડશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ખાતાધારકોને આ વર્ષે દિવાળી કે દશેરા દરમિયાન વ્યાજના નાણાં મળશે.

6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે

EPFOમાં નોંધાયેલા 6 કર્મચારીઓને આ પગલાનો લાભ મળશે. 12 માર્ચે EPFOના સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2022 માટે PF પર 8.1 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી. ગયા નાણાકીય વર્ષમાં પીએફમાં જમા કરાયેલી રકમ પરનું વ્યાજ ડિસેમ્બરમાં કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું. તે સમયગાળા દરમિયાન 8.5 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે PF Account Balance ચેક

મેસેજ દ્વારા આ રીતે બેલેન્સ ચેક કરો

તમને જણાવી દઈએ કે તમે SMS દ્વારા બેલેન્સ ત્યારે જ ચેક કરી શકો છો જ્યારે તમારા પીએફ એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર રજીસ્ટર હશે. SMS દ્વારા બેલેન્સની માહિતી મેળવવા માટે EPFO ​​UAN LAN (જે ભાષામાં તમે માહિતી મેળવવા માંગો છો) તેને 7738299899 પર મોકલો. હિન્દીમાં માહિતી મેળવવા માટે HIN, અને અંગ્રેજી માટે ENG કોડનો ઉપયોગ કરી શકો છો. આ મેસેજ મોકલ્યાની બેથી ત્રણ મિનિટમાં તમને PF Balance સંબંધિત માહિતી મળી જશે.

મિસ્ડ કોલ દ્વારા આ રીતે બેલેન્સ ચેક કરો

મિસ્ડ કોલ દ્વારા પણ પીએફ બેલેન્સની માહિતી મેળવવા માટે તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરી શકો છો. આ પછી તમને એક કોલ આવશે જેના દ્વારા તમારા ખાતામાં જમા થયેલી રકમ વિશે માહિતી આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">