દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ELON MUSKને રોકડ કરતાં બિટકોઇન વધારે પસંદ છે, જાણો કેમ?

ટેસ્લા(TESLA) અને સ્પેસએક્સ(SPACEX)ના ચીફ એલોન મસ્ક(ELON MUSK) ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વખતે તેણે સંપત્તિની દ્રષ્ટિએ એમેઝોન(AMAZON)ના જેફ બેઝોસ(JEFF BEZOS)ને પાછળ છોડ્યા છે.

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ELON MUSKને રોકડ કરતાં બિટકોઇન વધારે પસંદ છે, જાણો કેમ?
Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Feb 20, 2021 | 8:13 AM

ટેસ્લા(TESLA) અને સ્પેસએક્સ(SPACEX)ના ચીફ એલોન મસ્ક(ELON MUSK) ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વખતે તેણે સંપત્તિની દ્રષ્ટિએ એમેઝોન(AMAZON)ના જેફ બેઝોસ(JEFF BEZOS)ને પાછળ છોડ્યા છે. એલોન મસ્કને બિટકોઇનમાં રોકાણ કરવાનું પસંદ છે. તેમણે ટ્વીટ દ્વારા પણ તેનો ઉલ્લેખ કર્યો છે. એલોન મસ્ક દ્વારા કરેલા ટ્વિટ પછી બિટકોઈટના ભાવ રેકોર્ડ સ્તર પર ગયા છે. હવે એલોન મસ્ક એ ખુલાસો કર્યો છે કે તે બિટકોઇનમાં કેમ રોકાવાનું પસંદ કરે છે.

એલોન મસ્કએ ટેસ્લા દ્વારા બિટકોઇન્સમાં લગભગ 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. એલોન મસ્ક માને છે કે બીટકોઇન્સ રાખવાનું રોકડ રાખવા કરતાં થોડું સારું છે. પરંતુ આ થોડો તફાવત બિટકોઇનને વધુ સારી સંપત્તિ બનાવે છે. તેમણે કહ્યું કે બિટકોઇન રોકડથી અલગ છે અને આ તફાવત આ ક્રિપ્ટોકરન્સીને વિશેષ બનાવે છે અને તેથી જ ટેસ્લાએ તેમાં રોકાણ કર્યું છે.

52 હજાર ડોલરની કિંમત ટેસ્લાએ બિટકોઇનમાં રોકાણ કર્યું કે તરત તેની કિંમતો 52 હજાર ડોલરને પાર કરી ગઈ હતી. એક બિટકોઇનની કિંમત શુક્રવારે 51284 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહી હતી. આ અગાઉ, એલોન મસ્ક પણ તાજેતરમાં તેના ટ્વિટર પર Dogecoinને પ્રમોટ કરી હતી. જે બાદ આ ક્રિપ્ટોકરન્સીની કિંમત પણ રેકોર્ડ સ્તરે દર્જ કરવામાં આવી રહી છે.

તે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બન્યો એલોન મસ્ક એ સ્પેસએક્સનો બીજો ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે. બે દિવસ પહેલા, એલોન મસ્કને પગલે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પ્રથમ સ્થાને આવ્યા હતા. પરંતુ હવે બેઝોસ બીજા સ્થાને આવી ગયા છે. આ એલોન મસ્કની રોકેટ કંપનીના વિશાળ રોકાણને કારણે હતું. મસ્કની રોકેટ કંપનીના ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી, મસ્કની સંપત્તિ વધીને 199.9 અબજ ડોલર થઈ ગઈ છે. એમેઝોનના બેઝોઝની સંપત્તિ 194.2 અબજ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati