એલોન મસ્કને બે દીવસમાં 50 અરબ ડોલરનું નુક્સાન થયું, જાણો શું છે કારણ

આ અઠવાડિયે અત્યાર સુધીમાં એલોન મસ્કની નેટવર્થમાં 50 અરબ ડોલર ઘટાડો થયો છે. સતત બીજા દિવસે ટેસ્લા ઇન્કના શેર ઘટવાના કારણે આ બન્યું છે.

એલોન મસ્કને બે દીવસમાં 50 અરબ ડોલરનું નુક્સાન થયું, જાણો શું છે કારણ
Elon Musk (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 11:51 PM

Elon Musk Net worth:  આ અઠવાડિયે અત્યાર સુધીમાં એલોન મસ્કની નેટવર્થમાં 50 અરબ ડોલરનો ઘટાડો થયો છે. ટેસ્લા ઇન્ક (Tesla Inc)ના શેર સતત બીજા દિવસે ઘટવાના કારણે આ બન્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ઈતિહાસમાં બે દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. 2019માં MacKenzie Scottથી જેફ બેઝોસના છૂટાછેડા પછી 36 અરબ ડોલરના ઘટાડા બાદ એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓટો કંપની માટે છેલ્લા કેટલાક દિવસો સારા રહ્યા નથી અને હવે તેને આંચકો લાગ્યો છે.  બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ તે સમયે શરૂ થયું જ્યારે મસ્કએ ટ્વિટર પર તેના ફોલોઅર્સને પુછ્યું કે તેઓએ કંપનીમાં તેમનો 10 ટકા હિસ્સો વેચી દેવો જોઈએ.

જે બાદ સમાચાર આવ્યા કે તેના ભાઈ કિમ્બલે (Kimbal) શેર વેચી દીધા છે. આ સિવાય મંગળવારે એક ઇનસાઇડર રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ધ બિગ શોર્ટ ફિલ્મથી પ્રખ્યાત થયેલા રોકાણકારનું વ્યક્તિગત દેવું ચૂકવવા માટે મસ્ક શેર વેચવા માંગે છે.

મસ્ક અને બેઝોસ વચ્ચેનું અંતર ઓછુ થયું એલોન મસ્કની નેટવર્થમાં ઘટાડાથી બેઝોસ (Jeff Bezos)અને તેમની વચ્ચેનું અંતર ઘટીને 83 અરબ ડોલર પર પહોચી ગયું છે. જાન્યુઆરીમાં પ્રથમ વખત, મસ્કએ એમેઝોન (Amazon)ના સ્થાપક બેઝોસને અમીર લોકોની યાદીમાં પાછળ છોડી દીધા હતા. અને તેમણે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બે અબજોપતિઓ વચ્ચેનું અંતર તાજેતરમાં વધીને 143 અરબ ડોલર થયું છે, જે વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સની નેટવર્થ કરતાં વધુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Cathie Woodનું ARK ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, જેનાં ફંડ્સ છેલ્લાં કેટલાંક મહિનાઓથી ટેસ્લામાં શેર વેચી રહ્યાં છે, મંગળવારની ખોટમાં 750 મિલિયન ડોલર કરતાં વધુનું નુકસાન થયું છે. જ્યારે Oracle કોર્પોરેશનના સ્થાપક અને કંપનીના બીજા સૌથી મોટા શેરહોલ્ડર Larry Ellison ને 2.1 અરબ ડોલરનું નુકસાન થયું છે.

આ વર્ષે મસ્કની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે ઘટાડા છતાં, ટેસ્લાના નફાને કારણે આ વર્ષે મસ્કની સંપત્તિમાં 70 ટકાનો વધારો થયો છે. ઓટો કંપનીની રેવન્યુમાં  મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સ્પેસએક્સ (SpaceX)નું વેલ્યુએશન પણ શાનદાર રહ્યું છે. ટેસ્લાનું માર્કેટ કેપિટલાઇઝેશન એક ટ્રિલિયન ડોલરથી વધુના સ્તર પર રહ્યું છે. તેણે ગયા મહિને આ આંકડો હાંસલ કર્યો હતો, જ્યારે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા હતા. અને રેન્ટલ કાર કંપની Hertz Global Holdings Inc. એ  એક લાખ ટેસ્લા કારનો ઓર્ડર આપ્યો હતો.

આ પણ વાંચો :  જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">