આખરે શું થયું કે ટ્વિટરે એલોન મસ્કને મોકલી લીગલ નોટિસ, હવે 44 બિલીયન ડોલરની ડીલનું શું થશે?

આખરે શું થયું કે ટ્વિટરે એલોન મસ્કને મોકલી લીગલ નોટિસ, હવે 44 બિલીયન ડોલરની ડીલનું શું થશે?
Elon Musk
Image Credit source: AFP (File Photo)

એલોન મસ્કે (Elon Musk) તાજેતરમાં ટ્વીટ કરીને ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરના સોદા પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. હવે મસ્કે ટ્વિટ કર્યું છે કે તેમને ટ્વિટર (Twitter) તરફથી લીગલ નોટિસ જાહેર કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 15, 2022 | 6:40 PM

ટ્વિટર ડીલને (Twitter deal) લઈને એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે, જેના કારણે અત્યારે ડીલના પૂર્ણ થવા પર શંકાના વાદળો છવાયેલા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) શનિવારે એક ટ્વિટ કર્યું અને કહ્યું કે તેમને ટ્વિટરની કાનૂની ટીમ તરફથી નોટિસ મળી છે. આ નોટિસમાં તેમના પર નોન-ડિક્લોઝર એગ્રીમેન્ટની વસ્તુઓને સાર્વજનિક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો નકલી ટ્વીટ્સ અને બોટને લગતા મસ્કના ટ્વિટ સાથે સંબંધિત છે. 13 મેના રોજ એલોન મસ્કએ એક ટ્વીટ કરીને કહ્યું કે 44 બિલિયન ડોલરની ડીલ પર રોક લગાવી દેવામાં આવી છે. મસ્કે લીગલ નોટિસ અંગેની માહિતી પણ ટ્વિટ કરી છે.

પોતાના લેટેસ્ટ ટ્વીટમાં ઈલોન મસ્કે કહ્યું કે મેં ખુલાસો કર્યો છે કે ટ્વિટર 100 રેન્ડમ ટ્વીટ્સને સેમ્પલ તરીકે લે છે અને તેના આધારે દાવો કરવામાં આવે છે કે ફેક, સ્પામ અને ડુપ્લિકેટ ટ્વીટ માત્ર 5 ટકા છે. મસ્કે કહ્યું કે જો સેમ્પલિંગ કરવું હોય તો સેમ્પલ સાઈઝ યોગ્ય હોવી જોઈએ. આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 22.9 કરોડ યુઝર્સ છે.

સ્પામ પર મસ્કનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે

મસ્કે સ્પષ્ટતા કરી છે કે જ્યારે તેઓ ટ્વિટર ખરીદશે ત્યારે તેઓ સૌપ્રથમ સ્પામ બોટ દૂર કરશે. આ ડીલને લઈને ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અનેક પ્રકારના મામલા સામે આવશે. કંપની તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમને એ પણ ખબર નથી કે ટ્વિટર પર હાલમાં જે જાહેરાતો આવી રહી છે તે ચાલુ રહેશે કે નહીં.

ફંડની વ્યવસ્થા થઈ ચૂકી છે

એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 19 રોકાણકારો પાસેથી 7 બિલિયન ડોલર એટલે કે 50,000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે. માર્જિન લોનને ઘટાડીને અડધી કરવામાં આવશે. હવે મસ્કને ફંડિંગ મળી ગયું હોવાથી તે હવે માર્જિન લોનમાં ઘટાડો કરશે. અગાઉ તેઓ 12.5 બિલિયન ડોલરની માર્જિન લોન લેવા માંગતા હતા. હવે તે ઘટીને 6.25 બિલિયન ડોલર થઈ ગઈ છે. નવી માહિતી અનુસાર, 44 બિલિયન ડોલરના સોદામાં હવે રોકડના રૂપમાં 27.25 બિલિયન ડોલરનો વ્યવહાર થશે, જે પહેલા 21 બિલિયન ડોલરનો થવાનો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati