Edible Oil Price: સામાન્ય લોકો માટે રાહતના સમાચાર! ખાદ્યતેલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, આવતીકાલે મહત્વની બેઠક

Edible Oil Price: આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ 10-15 ટકાનો ઘટાડો થઈ શકે છે. આવતીકાલે ઉત્પાદકો અને નિકાસકારો સાથે સરકારની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

Edible Oil Price: સામાન્ય લોકો માટે રાહતના સમાચાર! ખાદ્યતેલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, આવતીકાલે મહત્વની બેઠક
Edible-Oil Price (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 05, 2022 | 9:15 PM

જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના (Edible oil) ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો લાવવા માટે બુધવારે સરકારની મહત્વની બેઠક શક્ય છે. ET નાઉ સ્વદેશના અહેવાલ મુજબ છૂટક બજારમાં ખાદ્ય તેલના ભાવને નીચે લાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં તમામ તેલ નિકાસકારો અને ઉત્પાદકોને બોલાવવામાં આવશે. MRPમાં ફેરફાર અંગે વિક્રેતાઓ માટે નિર્દેશો જાહેર કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સરકાર ઈચ્છે છે કે આ ઘટાડાનો સંપૂર્ણ લાભ સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. તેથી જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારનું માનવું છે કે ખાદ્ય તેલના ભાવમાં વધુ 10-15 ટકાનો ઘટાડો શક્ય છે. તહેવારોની સિઝન પણ નજીક આવી રહી છે. મોંઘવારી પણ તેની ટોચ પર છે. આવી સ્થિતિમાં જો ભાવમાં 10-15 ટકાનો ઘટાડો થશે તો જનતાને ઘણી રાહત થશે. જણાવી દઈએ કે અગાઉ ખાદ્ય તેલની કિંમતમાં ફેરફાર થયો હતો અને તેની કિંમતમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.

આગામી દિવસોમાં વધુ ભાવ ઘટવાની અપેક્ષા

સરકારનું કહેવું છે કે કેટલાક દેશોએ ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે તેમનો સ્ટોક ઘણો વધી ગયો હતો. તે સ્ટોક માર્કેટમાં એકસાથે આવ્યો છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત સ્થાનિક બજારમાં પણ આગમન નજીક છે. બહુ જલ્દી સોયાબીનનો તાજો પાક બજારમાં આવશે, જેના કારણે સોયાબીન તેલના ભાવમાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ભાવ વધુ ઘટશે.

ભાવ પહેલાથી જ 15 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તો થઈ ગયો છે

જૂન મહિનામાં સરકારે કોમોડિટી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જેના પછી ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો હતો. FMCG કંપની અદાણી વિલ્મરે રાંધણ તેલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ મધર ડેરીએ તેના ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લીટર 15 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. મધર ડેરી તેના ખાદ્ય તેલને ધારા ખાદ્ય તેલ બ્રાન્ડ હેઠળ વેચે છે. મધર ડેરીએ એક લીટર ધારા મસ્ટર્ડ ઓઈલ (પોલી પેક)ની કિંમત 208 રૂપિયાથી ઘટાડીને 193 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે.

ભારત દર વર્ષે 70 હજાર કરોડની આયાત કરે છે

ભારત હજુ ખાદ્યતેલોમાં આત્મનિર્ભર બન્યું નથી. આપણે ઈન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, યુક્રેન અને આર્જેન્ટિના વગેરેમાંથી દર વર્ષે લગભગ 70 હજાર કરોડનું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. જેમાં સૌથી મોટો ભાગ પામ તેલનો છે. ખાદ્યતેલોની માંગ અને પુરવઠામાં લગભગ 55થી 60 ટકાનું અંતર છે. ભારતમાં ખાદ્યતેલોની માંગ લગભગ 250 લાખ ટન છે, જ્યારે ઉત્પાદન માત્ર 110થી 112 લાખ ટન છે. તેથી અહીં ખાદ્યતેલના ભાવ આયાતને કારણે વધુ અસરગ્રસ્ત છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati