કેન્દ્રીય કર્મચારીઓ માટે બેવડી ખુશખબર ! DA પછી હવે TA વિશે સરકારે કરી આ જાહેરાત, જાણો વિગતવાર

કેન્દ્ર સરકારએ (Travel Allowance)ટ્રાવેલ એલાઉન્સ (TA) ક્લેઇમ સબમીશન કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. આ યોજના 15 જૂન 2021 થી લાગુ કરવામાં આવી છે.

  • Publish Date - 9:18 am, Sat, 19 June 21
કેન્દ્રીય કર્મચારીઓ માટે બેવડી ખુશખબર ! DA પછી હવે TA વિશે સરકારે કરી આ જાહેરાત, જાણો વિગતવાર
પ્રતીકાત્મક તસ્વીર

કરોડોના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે સરકારી કર્મચારીઓને રાહત આપી છે. કેન્દ્ર સરકારએ (Travel Allowance)ટ્રાવેલ એલાઉન્સ (TA) ક્લેઇમ સબમીશન કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. આ યોજના 15 જૂન 2021 થી લાગુ કરવામાં આવી છે. માર્ચ 2018 માં કેન્દ્ર સરકારે નિવૃત્તિ પરના TA ના ક્લેઇમની અંતિમ તારીખ 1 વર્ષથી ઘટાડીને 60 દિવસ કરી હતી. આ સમયમર્યાદા વધારવા માટે ઘણા સરકારી વિભાગો સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યા હતા જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નાણાં મંત્રાલયે શું કહ્યું?
નાણાં મંત્રાલયે આ અંગે કહ્યું છે કે આ સમય મર્યાદા વધારવા માટે ઘણી અરજીઓ મળી હતી. નિવૃત્ત થતાં કેન્દ્રીય કર્મચારી માટે નિવૃત્તિ પછી કુટુંબ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી અને પછી સ્થાયી થવું ખૂબ જ જટિલ છે, જેના માટે ભથ્થું સબમિટ કરવાનો સમય ખૂબ જ ઓછો 60 દિવસ હતો, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ સુવિધા હેઠળ નિવૃત્ત થતા કેન્દ્રીય કર્મચારી તેની મુસાફરી પછી 6 મહિના માટે મુસાફરી ખર્ચ સબમિટ કરી શકે છે. પરંતુ પ્રવાસ, સ્થાનાંતરણ અને તાલીમ માટે TAના ક્લેઇમની રજૂઆત માટેની અંતિમ તારીખ 60 દિવસ રહેશે.

26 જૂનના રોજ DA અંગે બેઠક મળશે
આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રહ્યું છે. આ મહિનામાં 26 મી જૂને DAની ચુકવણી અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ મીટીંગમાં DAના વધારા અને દોઢ વર્ષના બાકી એરીયરના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. 26 જૂને કર્મચારી અને તાલીમ વિભાગ ની નેશનલ કાઉન્સિલના અધિકારીઓ અને જેસીએમના નાણાં મંત્રાલયની બેઠક યોજાવાની છે. મીટીંગનો એજન્ડા 7 મા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને ડી.એ.અને પેન્શનરોને ડી.આર. ની બાકી ચૂકવણી નો છે.

18 મહિના પછી પગાર વધશે
કર્મચારીઓના ડીએ લગભગ 18 મહિના પછી વધશે. ગયા વર્ષે દેશભરમાં કોરોના ફેલાવાને કારણે જાન્યુઆરી 2020 માં DAમાં 4 ટકાનો વધારો કરાયો હતો.આ પછી બીજા ભાગમાં એટલે કે જૂન 2020 માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ થાય છે કે કુલ વધારા પછી તે 28 ટકા થયું છે. પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો પગાર મેટ્રિક્સ મુજબ લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે. આમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની અપેક્ષા છે. એટલે કે તમે દર મહિને સીધા 2700 રૂપિયા વધારો થઇ શકે છે એટલે કે, તમારું વાર્ષિક પગાર રૂ 32400 વધશે. આ વધારો ડી.એ.ના રૂપમાં થશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati