હવે કારમાં Double Air Bags ફરજીયાત બનશે, 1 એપ્રિલથી નવો નિયમ અમલમાં આવી રહ્યો છે

સરકારે વાહનોની આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ (Double Air Bags) ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે ગેઝેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હવે કારમાં Double Air Bags ફરજીયાત બનશે, 1 એપ્રિલથી નવો નિયમ અમલમાં આવી રહ્યો છે
Double Air Bags
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 06, 2021 | 11:22 AM

સરકારે વાહનોની આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ (Double Air Bags) ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે ગેઝેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાહનોમાં ડ્રાઇવર સીટની સાથે બેઠેલા મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા માપદંડ છે. સુપ્રીમ કોર્ટની માર્ગ સલામતી અંગેની સમિતિએ તેના વિશે સૂચન કર્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે, એપ્રિલ, 2021 ના ​​પહેલા દિવસે અથવા ત્યાર બાદ નવા વાહનોના નિર્માણમાં આગળની બેઠક માટે એરબેગની જરૂર રહેશે. જુના વાહનોના સંદર્ભમાં 31 ઓગસ્ટ 2021 થી હાલના મોડલોમાં ડ્રાઇવરની સીટ સાથે એરબેગ સ્થાપિત કરવું ફરજિયાત રહેશે. આ પગલું અકસ્માતની ઘટનામાં મુસાફરોની સલામતીની ખાતરી કરશે. માનવામાં આવે છે કે નવા નિયમ લાગુ થતાં વાહનોની કિંમતમાં ઓછામાં ઓછા 5000-7000 રૂપિયાનો વધારો થશે. આ અગાઉ 29 ડિસેમ્બર 2020 ના રોજ સરકારે કહ્યું હતું કે, તેણે 1 એપ્રિલ 2021 થી નવા વાહનો માટે અને 1 જૂન 2021 થી જુના વાહનો માટે ડ્યુઅલ એરબેગ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, જુના વાહનોમાં એરબેગ માટેની સમય મર્યાદા ત્રણ મહિના વધારીને 31 ઓગસ્ટ 2021 કરવામાં આવી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

જુલાઈ 2019 માં ડ્રાઇવર માટે એરબેગ જરૂરી કરાઈ હતી જુલાઇ 2019 માં ડ્રાઇવર માટે એરબેગ જરૂરી કરાઈ હતી. વર્તમાન નિયમ M1 કેટેગરીના વાહનો પર લાગુ કરવામાં આવ્યો છે, જે મહત્તમ 8 મુસાફરને બેસાડી શકે છે. માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક સ્થિરતા નિયંત્રણ અને સ્વાયત્ત ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ પણ વાહનો માટે જરૂરી રહેશે. નાણાકીય વર્ષ 2022-23થી આ નિયમ લાગુ કરી શકાય છે. સરકારનો પ્રયાસ છે કે ભારતમાં કારના સલામતીના ધોરણને વૈશ્વિક ધોરણ સાથે મેચ કરી શકાય અને આ દિશામાં સતત પગલા લેવામાં આવી રહ્યા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">