ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો એવો ધડાકો કે હજારો INDIAN EXPORTERSને પોતાનો 5.6 બિલિયન ડૉલરનો માલ અમેરિકામાં વેચવામાં પરસેવા છૂટી જશે !

TV9 Web Desk

TV9 Web Desk |

Updated on: Mar 03, 2019 | 8:12 AM

ભારત દર વર્ષે અમેરિકાને લગભગ 5.6 બિલિયન ડૉલરનો સામાન એક્સપોર્ટ કરે છે. અમેરિકા આ સામાન પર કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નથી લેતું, પરંતુ હવે કદાચ આવું નહીં રહે. TV9 Gujarati   અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જોરદાર આંચકો આપતા કહ્યું છે કે અમેરિકા પણ ભારતીય સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટીની વસૂલાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ભારત અમારી […]

ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો એવો ધડાકો કે હજારો INDIAN EXPORTERSને પોતાનો 5.6 બિલિયન ડૉલરનો માલ અમેરિકામાં વેચવામાં પરસેવા છૂટી જશે !
U.S. President Donald Trump delivers remarks before signing a memorandum on intellectual property tariffs on high-tech goods from China, at the White House in Washington, U.S. March 22, 2018. REUTERS/Jonathan Ernst - RC1764885300

ભારત દર વર્ષે અમેરિકાને લગભગ 5.6 બિલિયન ડૉલરનો સામાન એક્સપોર્ટ કરે છે. અમેરિકા આ સામાન પર કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નથી લેતું, પરંતુ હવે કદાચ આવું નહીં રહે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જોરદાર આંચકો આપતા કહ્યું છે કે અમેરિકા પણ ભારતીય સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટીની વસૂલાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ભારત અમારી પાસેથી બહુ વધારે ટૅરિફની વસૂલાત કરે છે, જ્યારે અમે તેનાથી કોઈ પણ જાતનું ટૅરિફ નથી વસૂલતા, પરંતુ હવે આવું નહીં થાય. ભારતે પણ અમેરિકાને એક્સપોર્ટ કરવા માટે ટૅરિફ આપવું પડશે.’

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર પોતાની દુભાતી નસ છંછેડતા કહ્યું, ‘અમેરિકા ભારતને બાઇક એક્સપોર્ટ કરે છે. અમેરિકાએ તેના પર 100 ટકા ટૅક્સ આપવાનો હોય છે. તેના કારણે અમેરિકાની બાઇકની કિંમત બમણી થઈ જાય છે, પરંતુ ભારતમાંથી જે સામાન અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવે છે, તેના પર અમે કોઈ પણ જાતનો ટૅક્સ નથી લગાવતા.’

તેમણે કહ્યું, ‘અમેરિકા બેવકૂફ નથી, તેથી હવે અમે રેસિપ્રોકલ ટૅક્સ ભારત પાસેથી પણ વસૂલ કરીશું.’ જોકે આ ટૅક્સ કેટલો હશે, તેને લઈને કોઈ માહિતી નથી. ટ્રમ્પે કહ્યું કે સીનેટના વિરોધના પગલે અમે અત્યાર સુધી ટૅક્સ નહોતો વધાર્યો, પણ હવે ભારત પર પણ હાઈ ટૅરિફના કારણે રેસિપ્રોકલ ટૅક્સ લગાવવામાં આવશે.

કંઝર્વેટિવ પૉલિટિકલ એક્શન કૉન્ફરન્સ (CPAC)ની વાર્ષિક બેઠકના છેલ્લા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ વ્યવસ્થ યોગ્ય નથી કે અમે એક્સપોર્ટના બદલામાં 100 ટૅક્સ આપીએ અને ઇમપોર્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ન વસૂલીએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati