શું તમે જાણો છો દેશના સૌથી ધનિક કારોબારી Gautam Adani ની એક દિવસની કમાણી કેટલી છે??? દરરોજ 450 પ્રાઇવેટ જેટ પ્લેન ખરીદી શકે તેટલા અમીર છે આ ગુજ્જુ કારોબારી

બ્લૂમબર્ગની યાદીમાં મુકેશ અંબાણી(Mukesh Ambani)નું નામ પણ છે પરંતુ તેઓ 11મા સ્થાને છે. સોમવારે એક જ દિવસમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2.63 બિલિયન ડોલરનો વધારો થયો છે

શું તમે જાણો છો દેશના સૌથી ધનિક કારોબારી Gautam Adani ની એક દિવસની કમાણી કેટલી છે??? દરરોજ 450 પ્રાઇવેટ જેટ પ્લેન ખરીદી શકે તેટલા અમીર છે આ ગુજ્જુ કારોબારી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 6:57 AM

અદાણી ગ્રુપ(Adani Group)ના વડા ગૌતમ અદાણી(Gautam Adani) ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે મજબૂત સ્થિતિમાં છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને છે. છેલ્લા ઘણા દિવસોથી તે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને યથાવત છે. હાલમાં તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. એટલું જ નહીં ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ(Bloomberg Billionaire Index) દર્શાવે છે કે અદાણીની કમાણી એક દિવસમાં વધીને 520 કરોડ ડોલર  થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ રકમ 40,884 કરોડ રૂપિયા છે.  એક પ્રાઇવેટ જેટ પ્લેનની કિંમત 100 કરોડ છે ત્યારે આ કારોબારી દરરોજ 450 પ્રાઇવેટ જેટ પ્લેન ખરીદી શકવાની આર્થિક શક્તિ ધરાવે છે.જ્યારે તેની કુલ કમાણી 124 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જો આપણે એક વર્ષનો હિસાબ જોઈએ તો અદાણીની નેટવર્થમાં 4700 કરોડ ડોલરનો વધારો થયો છે.

plane

Adani rich enough to buy 450 private jet planes every day

બ્લૂમબર્ગની યાદીમાં મુકેશ અંબાણી(Mukesh Ambani)નું નામ પણ છે પરંતુ તેઓ 11મા સ્થાને છે. સોમવારે એક જ દિવસમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2.63 બિલિયન ડોલરનો વધારો થયો છે અને એક વર્ષમાં સારો વધારો જોવા મળ્યો છે. જો કે અબજોપતિઓની યાદીમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ આવે છે પરંતુ તેમની કુલ સંપત્તિ અથવા કુલ કમાણીમાં ઘટાડો થયો છે. ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્ક અમીરોની યાદીમાં ટોચ પર છે અને તેમની કમાણી એક દિવસમાં 32.6 મિલિયન ડોલર વધી છે. આ બ્લૂમબર્ગ સૂચિ સોમવારે અપડેટ કરવામાં આવી હતી. જો કે, મસ્કની એક વર્ષની કમાણીમાં 10.5 બિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

બાકીના ધનિકોની સ્થિતિ શું છે?

અમીરોની યાદીમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બીજા સ્થાને છે. જેમની કુલ સંપત્તિ 159 અબજ ડોલર છે. સોમવારે એક દિવસમાં તેની કમાણી 363 મિલિયન ડોલર વધી છે, પરંતુ એક વર્ષમાં આ કમાણીમાં મોટો ઘટાડો થયો છે. એક વર્ષમાં બેઝોસની કમાણી 33.1 બિલિયન ડોલર ઘટી છે. ત્રીજા સ્થાને બર્નાર્ડ આર્નોલ્ટ છે જેની કુલ કમાણી 148 બિલિયન ડોલર છે અને એક દિવસમાં તે 2.61 બિલિયન ડોલર વધી છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં આર્નોલ્ટે 29.5 બિલિયન ડોલરની નેટવર્થ ગુમાવી છે. ચોથા સ્થાને ગૌતમ અદાણી છે જેમની એક દિવસ કે એક વર્ષની કમાણીમાં સતત વધારો જોવા મળ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ અમીરોની કમાણીમાં ઘટાડો થયો

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે. તેમની નેટવર્થ 117 બિલિયન ડોલર  છે પરંતુ એક દિવસ અને એક વર્ષમાં કમાણીમાં મોટો ઘટાડો થયો છે. સોમવારે એક દિવસમાં બિલ ગેટ્સની કમાણી 183 મિલિયન ઘટી ગઈ છે. એક વર્ષનો ઘટાડો 20 બિલિયન ડોલર કરતાં વધુ છે. છઠ્ઠા સ્થાને અમેરિકાના લેરી પેજ છે જેની કુલ નેટવર્થ 104 બિલિયન ડોલર  છે. લેરી પેજની નેટવર્થ એક દિવસમાં 996 મિલિયન ડોલર અને એક વર્ષમાં 24 બિલિયન ડોલર ઘટી છે.

વોરેન બફેટ 103 બિલિયન ડોલર ની કુલ સંપત્તિ સાથે સાતમા સ્થાને છે. એક દિવસમાં 1.72 બિલિયન ડોલર અને એક વર્ષમાં 6.05 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આઠમા નંબરે સર્ગેઈ બ્રિન છે જેની કુલ નેટવર્થ 100 બિલિયન ડોલર છે. નવમા સ્થાને 97.9 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સ્ટીવ બાલ્મર છે અને 10મા સ્થાને 96.7 બિલિયન ડોલરની નેટવર્થ સાથે લેરી એલિસન છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">