શું તમારી પાસે એક કરતાં વધુ PPF એકાઉન્ટ છે? આજેજ કરી લો મર્જ નહીંતર પડશો મુશ્કેલીમાં

જો કોઈ થાપણદારે એક કરતા વધુ PPF ખાતા ખોલાવ્યા હોય તો બીજા અને ત્યારપછીના ખોલેલા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે.

શું તમારી પાસે એક કરતાં વધુ PPF એકાઉન્ટ છે? આજેજ કરી લો મર્જ નહીંતર પડશો મુશ્કેલીમાં
PPF Account
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:00 AM

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ રોકાણ કરવાની સારી રીત છે. તેનું મુખ્ય કારણ તેમાં રોકાણ કરાયેલી રકમ પર ટેક્સ મુક્તિ, મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી રિટર્ન અને સરકારનો વિશ્વાસ છે. હાલમાં PPF પર વાર્ષિક વ્યાજ દર હાલમાં 7.1 ટકા છે. પીપીએફ ખાતા સંબંધિત નિયમો કડક છે. જો તમે એકથી વધુ PPF ખાતા ખોલાવ્યા છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

જો કોઈ થાપણદારે એક કરતા વધુ PPF ખાતા ખોલાવ્યા હોય તો બીજા અને ત્યારપછીના ખોલેલા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં પીપીએફમાં થોડી છૂટ આપવામાં આવે છે. નાણા મંત્રાલય એક ખાતામાં એક કરતાં વધુ PPF ખાતાને મર્જ કરીને આવા અનિયમિત ખાતા અને તેની થાપણોને નિયમિત કરે છે.

પોસ્ટલ વિભાગે મર્જ કરવાની પ્રક્રિયા જણાવી પોસ્ટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેને વધારે PPF એકાઉન્ટ્સ રાખવા અને એક જ PPF એકાઉન્ટમાં અન્ય PPF એકાઉન્ટ્સ મર્જ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પરિપત્ર મુજબ, જ્યારે પણ કોઈ થાપણદારે એક કરતા વધુ PPF ખાતા ખોલાવ્યા હોય ત્યારે બીજા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે કારણ કે વ્યક્તિ PPF યોજના હેઠળ માત્ર એક જ ખાતું ખોલી શકે છે. આવી સ્થિતિમાં જો અજાણતામાં બે PPF ખાતા ખોલવામાં આવ્યા હોય તો એક ખાતાને બીજા સાથે મર્જ કરો. આ જરૂરી છે કારણ કે PPF ખાતું પાકતી મુદત પહેલા બંધ કરી શકાતું નથી. આ કિસ્સામાં તમને ફક્ત મર્જ કરવાનો વિકલ્પ મળે છે.

થાપણદાર પાસે આ વિકલ્પ છે રોકાણકારો પાસે તેમની પસંદગીનું PPF એકાઉન્ટ જાળવી રાખવાનો વિકલ્પ હશે. આ માટે શરત એ છે કે બંને ખાતામાં જમા રકમ નિયત મર્યાદામાં હોવી જોઈએ. હાલમાં તે પ્રતિ કારોબારી વર્ષ રૂ 1.5 લાખ છે. જો તમારી પાસે વિવિધ બેંકોમાં એક કરતા વધુ PPF અથવા પોસ્ટ ઓફિસમાં બે ખાતા હોય તો PPF એકાઉન્ટ ટ્રાન્સફરની પ્રક્રિયાનો ઉપયોગ કરીને સરળતાથી મર્જ કરી શકાય છે.

PPF ખાતું ખોલવાના નિયમો 15 વર્ષની પાકતી મુદત ધરાવતું આ ખાતું કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે પરંતુ વ્યક્તિ પોતાના નામે માત્ર એક જ PPF ખાતું ખોલાવી શકે છે. પછી ભલે તે બેંકમાં ખોલવામાં આવે કે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે પણ એકજ ખાતું હોવું જરૂરી છે.

આ પણ વાંચો : છેલ્લા 1 વર્ષમાં આવેલા IPO પૈકી 75% એ રોકાણકારોના પૈસામાં વૃદ્ધિ કરી, એક વર્ષમાં 87 હજાર કરોડનું રોકાણ થયું

આ પણ વાંચો : દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">