Fact check: શું ખરેખર આનંદ મહિન્દ્રાએ ક્રિપ્ટોકરન્સીમાં કર્યું છે રોકાણ ? આ છે હકીકત

સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઇ રહ્યો છે જે મુજબ આનંદ મહિન્દ્રાએ ઓટો ટ્રેડિંગ પ્રોગ્રામ બિટકોઈન એરામાં રોકાણ કર્યું છે અને આ રોકાણ સાથે આનંદ મહિન્દ્રાએ ઓટો પાયલોટ મોડમાં લાખોની કમાણી કરી છે.

Fact check: શું ખરેખર આનંદ મહિન્દ્રાએ ક્રિપ્ટોકરન્સીમાં કર્યું છે રોકાણ ? આ છે હકીકત
Anand Mahindra(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 1:07 PM

વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)નો હાઈપ વધી રહ્યો છે. ત્યારે ભારતીય બિઝનેસમેન(Indian businessman) આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ ક્રિપ્ટો વિશે ટ્વિટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ મુકીને મોટો ખુલાસો કર્યો છે.

રિપોર્ટમાં શું છપાયુ ? વિશ્વમાં સૌથી વધુ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ભારતમાં થઈ રહ્યું છે. ક્રિપ્ટોના આ ફેલાતા જાળમાં એક મીડિયા અહેવાલે ભારતના બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યુ. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આનંદ મહિન્દ્રાએ ક્રિપ્ટોમાં રોકાણ કરીને થોડા જ સમયમાં મોટો નફો કમાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે આનંદ મહિન્દ્રાએ ઓટો ટ્રેડિંગ પ્રોગ્રામ બિટકોઈન એરા નામની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. આ દ્વારા તેણે લાખો ડોલરની કમાણી કરી છે.

મીડિયાના આવા અહેવાલ બાદ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એટલુ જ નહીં ખુદ આનંદ મહિન્દ્રાને પણ આ માહિતી જાણીને આશ્ચર્ય થયુ હતુ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દાવાઓને નકાર્યા આનંદ મહિન્દ્રાએ આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને આ અંગે ટ્વિટ કરીને તેમણે આ દાવાઓને તથ્યહીન ગણાવ્યા છે. તેમણે લખ્યુ છે કે,’ મને તેના વિશે ખબર નહોતી, કોઈએ તેને ઓનલાઈન જોયું અને મને મોકલ્યું. આ બહુ ખોટું છે. મારે લોકોને જાગૃત કરવાની જરૂર છે, હું કહેવા માંગુ છું કે આ સમાચાર ખોટા અને સંપૂર્ણ પાયાવિહોણા છે. આ ફેક ન્યૂઝનું નવું સ્તર છે. મેં ક્રિપ્ટોકરન્સી પર એક પણ રૂપિયાનું રોકાણ કર્યું નથી.

ફેક ન્યૂઝમાં શું અપીલ કરાઇ હતી? વાસ્તવમાં, આનંદ મહિન્દ્રા વિશે જે અહેવાલ પ્રકાશિત થયો છે, તેમાં આનંદ મહિન્દ્રાને ટાંકીને લોકોને ઘણી અપીલ પણ કરવામાં આવી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે બેંકોએ આ ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ, તે પહેલાં તમે તેનો લાભ ઉઠાવો અને મોટી રકમ કમાઈ શકો. આનંદ મહિન્દ્રાનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારું છે, લોકોને ગેરમાર્ગે દોરતો અહેવાલ છે. તે ખૂબ જ જોખમી છે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ અહેવાલોને સંપૂર્ણ રીતે નકલી ગણાવ્યા છે. તે કહે છે કે તેણે ક્રિપ્ટોકરન્સીમાં એક રૂપિયાનું પણ રોકાણ કર્યું નથી. તેમણે આ અફવા ફેલાવતા રિપોર્ટનો સ્ક્રીન શોટ પાડીને ટ્વિટર પર શેર કરીને આ ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો: મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

આ પણ વાંચો: Success Story: પાકમાં જંતુનાશક તરીકે હોમિયોપેથી દવાઓનો કર્યો સફળ પ્રયોગ, લોકોએ નામ આપ્યું પાકના ડોક્ટર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">