DHFL : દેવા ના સંકટ સામે ઝઝૂમી રહેલી DHFL માટે બેંકોએ પિરામલની ઓફરની તરફેણમાં મત આપ્યા

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) માટે પીરામલ ગ્રુપને પ્રિફર્ડ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર આ નિર્ણય 15 જાન્યુઆરીએ લેણદારોની સમિતિ (COC) ના મતદાન બાદ લેવામાં આવ્યો છે.

DHFL : દેવા ના સંકટ સામે ઝઝૂમી રહેલી DHFL માટે બેંકોએ પિરામલની ઓફરની તરફેણમાં મત આપ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 11:30 AM

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) માટે પીરામલ ગ્રુપને પ્રિફર્ડ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર આ નિર્ણય 15 જાન્યુઆરીએ લેણદારોની સમિતિ (COC) ના મતદાન બાદ લેવામાં આવ્યો છે.  COC નો મત પીરામલની તરફેણમાં છે. પીરામલને 94 ટકાથી વધુ મતો મળ્યા છે. રિઝોલ્યુશન પ્લાન પસાર કરવા માટે ઓછામાં ઓછા 66 ટકા મત આવશ્યક છે. ઓકટ્રી(Oaktree)ની ઠરાવ યોજનામાં માત્ર 45 ટકા મતો મળ્યા હતા.

ઓકટ્રીએ DHFL માટે 38,400 કરોડની બોલી લગાવી હતી. જ્યારે પીરામલ ગ્રુપે 37,250 કરોડની બોલી લગાવી હતી. ઓછી બોલી રકમ હોવા છતાં પિરામલ ગ્રુપની રીઝોલ્યુશન યોજનાની વિશેષતા એ હતી કે તે અપફ્રન્ટ કેશ આપી રહી છે. બેંકોને પિરામલ ગ્રુપની યોજના વધુ સારી લાગી છે. પીરામલ ગ્રૂપની ઓફર લગભગ 43 ટકા ડીએચએફએલ લેણદારોની બાકી રકમ ભરપાઈ કરશે.

પીરામલ ગ્રુપ એક સ્થાનિક કંપની છે જેના કારણે ડીએચએફએલના લેણદારોને તે ગમ્યું છે. બેઠકમાં 6.5 ટકા મત ધરાવતા લેણદારો હાજર ન હતા. ક્રેડિટર્સ કમિટીની આજે મળેલી બેઠકમાં DHFL.ના ચાર ઠરાવ યોજનાઓ પર મતદાન યોજાયું હતું. આવતા સપ્તાહે આ મામલે ઔપચારિક બેઠક યોજાશે અને પીરામલ ગ્રુપને ઉદ્દેશી પત્ર આપવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેવી રીતે DHFL કંપની નાદાર થઈ 2018 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ (IL&FS) ના પતન પછી ડીએચએફએલને મોટી રોકડની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો, જેમાંથી કંપની કદી રેકવર્ડ થઈ નથી. મુશ્કેલી એ હતી કે કંપનીના પ્રમોટર વધવન પર વિવિધ આર્થિક ગડબડી કરવાનો આરોપ મૂકાયો હતો અને તપાસ શરૂ થઈ હતી. ડિસેમ્બર 2019 માં, DHFL ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં જવાની ફરજ પડી હતી.

DHFL એ  બેંકોની કુલ રૂ 91,000 કરોડ ચૂકવવાના છે. કંપની પર સૌથી મોટી લોન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની છે. એસબીઆઈની કંપની પર 10,000 કરોડ રૂપિયાની લોન છે. આ સિવાય બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, એનએચબી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક અને બેંક ઓફ બરોડાએ પણ ડીએચએફએલને લોન આપી છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">