આર્થિક પ્રવૃત્તિનું સ્તર ઘણું ઉંચું હોવા છતાં, ઘણા જિલ્લાઓમાં બેંકિંગ સુવિધાઓનો અભાવ, નાણા મંત્રીએ બેંકોને સેવાઓ વધારવા કરી અપીલ

નીતિકારો એક દાયકાથી નાણાકીય સમાવેશ માટે દબાણ કરી રહ્યા છે. તેઓએ 2,000 થી વધુ વસ્તી ધરાવતા દરેક ગામમાં બેંકિંગ સુવિધા સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આર્થિક પ્રવૃત્તિનું સ્તર ઘણું ઉંચું હોવા છતાં, ઘણા જિલ્લાઓમાં બેંકિંગ સુવિધાઓનો અભાવ, નાણા મંત્રીએ બેંકોને સેવાઓ વધારવા કરી અપીલ
નાણામંત્રીએ બેંકોને સેવાઓ વધારવા અપીલ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 8:17 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નાણાકીય સમાવેશ અને ઉચ્ચ સ્તરની આર્થિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા છતાં, દેશના ઘણા જિલ્લા એવા છે કે જ્યાં બેન્કિંગ સુવિધાઓનો અભાવ છે. રવિવારે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) ની 74 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિનું સ્તર ઘણું ઉંચું છે, પરંતુ બેન્કોની ઉપસ્થિતી ખૂબ ઓછી છે.

સીતારામણે બેંકોને તેમની હાજરી વધારવાના પ્રયાસોમાં વધુ સુધારો કરવા કહ્યું. તેમણે બેંકોને કહ્યું કે તેમની પાસે આવા જિલ્લાઓમાં શેરી મોડેલ મુજબ સંપૂર્ણ શાખા ખોલવાનો અથવા ‘આઉટ પોસ્ટ’ બનાવવાનો વિકલ્પ છે. જ્યાં લોકોની બેન્કિંગ જરૂરિયાતો પૂરી કરી શકાય. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે ઉચ્ચ આર્થિક પ્રવૃત્તિ ધરાવતા વિસ્તારોમાં બેંકો પહોંચી નથી.

નાણાકીય સમાવેશ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે નીતિકારો એક દાયકા કરતા પણ વધારે સમયથી નાણાકીય સમાવેશ પર ભાર આપી રહ્યા છે. તેઓએ 2,000 થી વધુ વસ્તી ધરાવતા દરેક ગામમાં બેંકિંગની ઉપસ્થિતી સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. થોડા વર્ષો પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ બેંક શાખા ખોલવાના નિયમો ઉદાર બનાવ્યા છે.

સીતારમણે કહ્યું, “આજે પણ ઘણા જિલ્લાઓ છે, આટલે સુધી કે મોટી પંચાયતોવાળા જિલ્લાઓ પણ એવા છે, જ્યાં બેંક નથી. ઘણા જિલ્લાઓમાં ભૌતિક રૂપથી બેંન્કિગ સંસ્થા નથી.” તેમણે આઇબીએના સભ્યોને તમામ જિલ્લાઓને ડિજિટલ રીતે નકશા તૈયાર કરવા અને કયા વિસ્તારોમાં ખૂબ ઓછી બેન્કિંગ સેવાઓ છે તે જોવા જણાવ્યું હતું. તેઓએ આવા વિસ્તારોમાં સંપૂર્ણ શાખા અથવા આઉટ પોસ્ટની જોગવાઈ કરવી જોઈએ.

નાણામંત્રી ડિજિટાઇઝેશનના વિરોધી નથી

તેમણે પ્રશ્ન કર્યો, “તમે આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર જુઓ. ભલે તે ગ્રામીણ પોકેટ હોય, પરંતુ ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ મજબૂત હોય તો, પછી તમારે વિચાર કરવો જોઈએ કે ત્યાં તમારી હાજરી હોવી જોઈએ. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ડિજિટાઇઝેશનની વિરુદ્ધ નથી. પરંતુ સાથે જ, તેમણે કહ્યું કે તે કેવી રીતે બની શકે કે દેશના કેટલાક ભાગોમાં શેરીની દુકાનો જેવી નાની બેંક શાખાઓ પણ ન હોય.

તેમણે એક સાંસદનું ઉદાહરણ આપ્યું જે કૃષિ, વેપાર અને જથ્થાબંધ પ્રવૃત્તિઓ ધરાવતા વિસ્તારમાં બેંક શાખાની માગ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનિક લોકોને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માઈલો ચાલવું પડે છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાની પ્રશંસા કરતા નાણામંત્રીએ કહ્યું કે લાખો નવા ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે પૂર્વીય પ્રદેશને વધુ ધિરાણ મળવું જોઈએ તેવી તેમની ઇચ્છાને ફરી ઉચ્ચારી હતી.

HDFC આગામી 2 વર્ષમાં 2 લાખ ગામોમાં પહોંચશે

નાણામંત્રીના સંબોધન બાદ જાહેર કરાયેલા નિવેદનમાં એચડીએફસી ( HDFC) બેંકે જણાવ્યું હતું કે તે આગામી બે વર્ષમાં બે લાખ ગામોમાં પહોંચવા માટે તેની ગ્રામીણ પહોંચને બમણી કરશે. આ સિવાય બેંકે આગામી છ મહિનામાં 2,500 લોકોની નિમણૂક કરવાની પણ જાહેરાત કરી છે. દરમિયાન, સીતારામણે કહ્યું કે આગામી નેશનલ એસેટ રિસ્ટ્રક્ચરિંગ કંપનીને યુ.એસ. ની જેમ ‘બેડ બેંક’ ન કહેવી જોઈએ.

તેમણે કહ્યું કે આજે બેંકોના લેજર એકાઉન્ટ વધુ સ્વચ્છ છે. તેનાથી સરકાર પર બેંકોના પુન: મૂડીકરણનો બોજ ઘટશે. સીતારામણે કહ્યું કે બેંકોએ ઝડપી ગતિશીલ બનવાની જરૂર છે. તેઓએ દરેક એકમની જરૂરિયાતને સમજવી પડશે જેથી 2030 સુધીમાં 2,000 અરબ ડોલર અને ચાલુ નાણાકીય વર્ષમાં 400 અરબ ડોલરના નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.

કોરોનામાં માર્યા ગયેલા બેંક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

નાણામંત્રીએ કહ્યું કે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ (DFI) ની રચના માટે કાનૂની માળખું હજુ પ્રગતિમાં છે. તેમણે કહ્યું કે અમને ખાનગી ક્ષેત્ર અને સરકાર સમર્થિત ક્ષેત્ર બંનેમાં આવા એકમોની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ખાનગી ડીએફઆઈ અને સરકારી ડીએફઆઈ વચ્ચે મજબૂત સ્પર્ધા થશે. તેમણે કહ્યું કે માત્ર આનાથી જ પ્રોજેક્ટ્સ માટે ધિરાણની ઓછી કિંમત સુનિશ્ચિત થશે.

સીતારામણે મહામારી દરમિયાન જીવ ગુમાવનારા બેંક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આવા મુશ્કેલ સમયમાં નાણાકીય વ્યવસ્થા જાળવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે બેંકોને જરૂરી માહિતી સામાન્ય લોકો માટે સરળતાથી પહોચાડવા માટે તેમની કોર્પોરેટ કમ્યુનિકેશનના કામકાજમાં સુધારો કરવા કહ્યું.

આ પણ વાંચો : TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">