હવે ઓનલાઈન મળશે પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી બોન્ડ, ડિજીલોકરમાં કરી શકાશે સેવ

પોસ્ટ વિભાગે કહ્યું કે પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી બોન્ડ હવે ઈલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ થશે. તેની ડિજિટલ નકલ તમામ વ્યવહારો માટે માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે.

હવે ઓનલાઈન મળશે પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી બોન્ડ, ડિજીલોકરમાં કરી શકાશે સેવ
પોસ્ટ ઓફિસ

પોસ્ટ વિભાગે (Department of Post) પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી – ઈપીએલઆઈ બોન્ડનું (Postal Life Insurance Policy – ePLI bond) ડિજિટલ વર્ઝન બહાર પાડ્યું છે. હવે પોલીસીધારકોને ડિજીલોકર દ્વારા આ પોલિસીના એક્સેસ મળશે.

 

પોસ્ટ વિભાગે કહ્યું કે પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ (Postal Life Insurance- PLI) અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ (Rural Postal Life Insurance- RPLI) પોલિસી બોન્ડ્સ હવે ‘ઈલેક્ટ્રોનિક ફોર્મ’માં ઉપલબ્ધ થશે. તેની ડિજિટલ નકલ તમામ વ્યવહારો માટે માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે.

 

પોસ્ટ વિભાગના સચિવ વિનીત પાંડેએ ઈપીએલઆઈ બોન્ડ (ePLI bond) લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે ડિજીલોકર સાથે વિભાગનું આ પ્રથમ સંકલન છે. ઈપીએલઆઈ બોન્ડ ડિજીલોકરના સહયોગથી ઉપલબ્ધ થશે. તેને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હેઠળ નેશનલ ઈ-ઓપરેશન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

 

તમે તરત જ પોલિસી બોન્ડ ડાઉનલોડ કરી શકશો

જો વપરાશકર્તા પાસે બહુવિધ પોસ્ટલ અને ગ્રામીણ પીએલઆઈ પોલીસીઓ છે જેમ કે એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ, એંટીસીપેટેડ એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ, હોલ લાઈફ ઈન્શ્યોરન્સ, કન્વર્ટિબલ હોલ લાઈફ ઈન્શ્યોરન્સ, ચાઈલ્ડ પોલીસી, યુગલ સુરક્ષા (PLI માં) અને ગ્રામ પ્રિયા (RPLI માં) તો બધી પોલીસી પોસ્ટ વિભાગ દ્વારા પોલીસી બોન્ડ જાહેર કર્યા બાદ તરત જ ડાઉનલોડ કરી શકાય છે.

 

આનાથી પોલિસીધારકોને PLI પોલિસી બોન્ડની ફિઝિકલ કોપીની ડીલવરી માટે રાહ જોવાની જરૂર નથી, તેમજ આ સુવિધા તમામ નવા અને જૂના પોલિસીધારકો માટે ઉપલબ્ધ છે. નિવેદનમાં જણાવાયું છે કે, પોલિસીધારકને ડિજીલોકર મોબાઈલ એપના (Digilocker mobile app) ઈશ્યૂ કરેલા વિભાગમાંથી પોસ્ટ ઓફિસમાં મેચ્યોરીટી સમયે સેટલમેન્ટ દરમિયાન ડિજિટલ કોપી રજૂ કરવાનો લાભ મળશે. ડિજિટલ કોપીને પોસ્ટ વિભાગ દ્વારા માન્ય નીતિ દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે.

 

ફિઝીકલ કોપી વગર થઈ જશે કામ

પોલિસીધારક ePLI બોન્ડનો ઉપયોગ પોલિસી દસ્તાવેજમાં જરૂરી કોઈપણ ફેરફારોના પુરાવા તરીકે કરી શકે છે. સરનામામાં અને નોંધણીમાં ફેરફાર જેવા કામ માટે ફિઝીકલ કોપી લઈ જવાની જરૂર નથી. RPLI ગ્રામ સુવિધા એક કન્વર્ટિબલ હોલ લાઈફ ઇન્શ્યોરન્સ યોજના છે જેમાં વીમાધારકને તેને એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ પણ મળે છે.

 

હોલ લાઈફ પોલીસીમાં કોઈ મેચ્યોરીટી હોતી નથી. આ એક ટ્રેડીશનલ પોલીસી છે અને તેમાં બોનસનો લાભ ઉપલબ્ધ છે. કોઈ વ્યક્તિ તેને 5 વર્ષ પછી એન્ડોમેન્ટ એશ્યોરન્સમાં રૂપાંતરિત કરી શકે છે.

 

 

આ પણ વાંચો :  દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati