OMG: સુરતના આ પ્રકારના હીરાની આયાતમાં એક વર્ષમાં 372 ટકાનો વધારો, જાણો કેમ છે આટલો ક્રેઝ

સુરતના કલરફુલ ડાયમંડની ડિમાન્ડમાં એક જ વર્ષમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વિશ્વમાં હવે કલરફૂલ ડાયમંડની માંગ વધી રહી છે. ચાલો જણાવીએ આ હીરા વિશે.

OMG: સુરતના આ પ્રકારના હીરાની આયાતમાં એક વર્ષમાં 372 ટકાનો વધારો, જાણો કેમ છે આટલો ક્રેઝ
કલરફૂલ ડાયમંડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:32 PM

ડાયમંડની દુનિયા ની વાત કરવામાં આવે તો મોટાભાગે સફેદ કલરના ડાયમંડ જોવા મળતા હતા. પંરતુ છેલ્લા કેટલાક સમયથી કલરફુલ હીરાઓ એ માર્કેટમાં આકર્ષણ જમાવ્યું છે. જો કે આ પ્રકારના ડાયમંડ હીરાની ખીણ માંથી મળતા સફેદ ડાયમંડની સરખામણીમાં ઓછા મળતા હોવાના કારણે પણ તે ખાસ હોય છે. એક સમયે સોનુ પહેરનાર વર્ગ કે જે સોનાના અલગ કલર ના ઘરેણાં પહેરવાનું પસંદ કરતાં હતાં તે આજે રંગીન ડાયમંડ તરફ વળ્યા છે.

એક દશક પહેલા લોકો સોનાના ઘરેણાંના દીવાના હતા. પીળા કલરના સોનાને અલગ અલગ કલરમાં ઢાળીને લોકો પોતાની મનપસંદ જવેલેરી બનાવી પહેરતા હતા. પંરતુ આ બદલાવ કેમિકલને આભારી હતો. ઘરેણાં બનાવતી વખતે ધાતુઓના મિશ્રણના ટકાવારીમાં ફેરફાર કરી વ્યાપારીઓ સોનાના રંગ બદલતા હતા. પરંતુ હવે જમાનો રંગીન ડાયમંડનો છે. આમ જોવા જઈએ તો હીરો સફેદ કલરનો જ હોય છે.

હીરાના વિકલ્પના રૂપમાં કાચના ટુકડાઓને પોતાના ઘરેણામાં લગાવી રહેલા લોકો વિવિધતા માટે રંગીન કાચનો ઉપયોગ કરી રહ્યા છે .તો આવનારા દિવસોમાં રંગીન હીરા પણ સામાન્ય માણસને પહોંચમાં હશે. ખૂબ જ ઓછા પ્રમાણમાં નીકળતા ફેન્સી નેચરલ કલરના ડાયમંડ હવે લોકોમાં ફેવરિટ બનવા લાગ્યા છે .જોકે આ રંગીન હીરાના કલર માં પણ વિવિધતા હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રંગીન હીરા ખૂબ જ દુર્લભ હોય છે તેથી તે સામાન્ય માણસની પહોંચથી પણ દૂર હોય છે. ખીણ માંથી નીકળનારા કુલ હીરાના 0.2 ટકા જ રંગીન હીરા નીકળે છે. તેમાં પણ એક મોટો હિસ્સો પીળા કલરનો હોય છે .ખીણમાંથી નીકળનારા રંગીન હીરામાં પીળા કલર સિવાય નારંગી, હલકો લીલો, ગુલાબી, ભુરો અને લાલ રંગના નીકળે છે. ગુલાબી હીરાની ઉપલબ્ધતા 0.001 ટકા છે, જ્યારે લાલ કલરનો હીરો ક્યારે કોઈ ખીણ માંથી નીકળે તે સૌથી મોટી ઉપલબ્ધિ છે. હીરામાં સાત શેડ હોય છે. શેડસ ની ગુણવત્તાના રંગમાં એને ફેટ અથવા લાઇટ, ફેન્સી લાઈટ, ફેન્સી ડાર્ક, ફેન્સી ડીપ, ફેન્સી ઈટસનો સમાવેશ થાય છે. આ બધામાં ફેન્સી ડીપને પોતાની ગુણવત્તામાં સૌથી વધુ સારો માનવામાં આવે છે.

નેચરલ ફેન્સી કલરના ડાયમંડએ છેલ્લા બે દશકમાં વધતી કિંમતો સાથે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બે દશકની અંદરજ તેમની કિંમતોમાં વધારો નોંધાયો છે. જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે છેલ્લા એક વર્ષમાં વિશ્વમાં અચાનક જ રંગબેરંગી gemstone ની માંગ વધુ થઈ છે. વર્ષ 2019-20 દરમિયાન 28.98 કરોડના કલરફુલ હીરાની આયાત વિવિધ દેશોએ કરી હતી જ્યારે વર્ષ 2021 માં આ આંકડો 280.40 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે કે તેમાં 372 ટકાનો વધારો થયો છે.

સુરતના જવેલર્સ દિપક ચોકસી જણાવે છે કે રંગીન હીરા પ્રાકૃતિક હોય છે અથવા તો સફેદ હીરાને હીટ ટ્રીટમેન્ટ આપી કલર આપવામાં આવતો હોય છે. સફેદ બાદ હવે ગુલાબી,લાલ હીરા લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હીરાના કલર પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. હાલમાં સૌથી વધુ માંગ ગુલાબી રંગના હીરાની છે.

આ પણ વાંચો: Surat: વરસાદ ખેંચાતા રેઇનકોટના વિક્રેતાઓને આવ્યો રડવાનો વારો, વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો

આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">