ગજ્જબ..! અંતિમ સંસ્કાર માટે શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, ‘મોર્ડન અર્થી’ જોઈ લોકો રહી ગયા દંગ

Delhi Trade fair : આજકાલ દિલ્હી ટ્રેડ ફેરમાં એક ખાસ અને અનોખા સ્ટાર્ટઅપનો સ્ટોલ ચર્ચામાં આવ્યો છે, જેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. વેપાર મેળામાં આ અનોખો સ્ટોલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

ગજ્જબ..! અંતિમ સંસ્કાર માટે શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, 'મોર્ડન અર્થી' જોઈ લોકો રહી ગયા દંગ
Delhi Trade fair
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Nov 20, 2022 | 11:27 AM

તમે વિવિધ પ્રકારની સેવા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘ફ્યુનરલ એન્ડ ડેથ સર્વિસ’ વિશે સાંભળ્યું છે? વાસ્તવમાં, આનો અર્થ એ છે કે મૃત્યુ પછી, કંપની વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે તમામ તૈયારીઓ કરશે. ચાર જણ કાંધ આપવા માટે રાખવાની વ્યવસ્થા કરવાની હોય કે પંડિત- મુંડન માટે હજામની જરૂર હોય, આ બધી વ્યવસ્થા કંપની પોતે જ કરશે. સાંભળતા આ વાત વિચિત્ર નથી લાગતી? જો કે, આ સેવા જાપાન અને અન્ય ઘણા દેશોમાં સામાન્ય છે અને હવે તે ભારતમાં પણ શરૂ કરવામાં આવી રહી છે. જી હા, આજકાલ દિલ્હી ટ્રેડ ફેરમાં એક ખાસ અને અનોખું સ્ટાર્ટઅપ ચર્ચામાં આવ્યું છે, જેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે.

ખરેખર, આ અનોખા સ્ટાર્ટઅપનું નામ છે સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ. ટ્રેડ ફેરમાં જોવા મળેલા આ અનોખા સ્ટાર્ટઅપની ખાસ વાત એ છે કે અહીં તે તમામ વસ્તુઓ અને વ્યવસ્થાઓ હાજર છે, જે વ્યક્તિના મૃત્યુ પછી ઉપયોગી થાય છે. મુદ્દાની વાત એ છે કે અલગ અલગ ધર્મ પ્રમાણે અહીં અંતિમ વિધીની તમામ વસ્તુ હાજર છે. ટ્રેડ ફેરમાં આ અનોખો સ્ટોલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કંપની શું કરશે?

આ સ્ટાર્ટઅપની ખાસ વાત એ છે કે અર્થીને કાંધ આપવાથી લઈને રામ નામ સત્ય હૈ બોલવા સુધી, પંડિત, વાળંદ બધું જ કંપની મેનેજ કરશે. મૃતકોના અસ્થિનું વિસર્જન પણ કંપની દ્વારા જ કરવામાં આવશે એટલે કે અંતિમ સંસ્કાર સંબંધિત તમામ વસ્તુઓ કંપની દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાણકારી અનુસાર કંપનીએ લોકોના અંતિમ સંસ્કાર માટે તમામ વ્યવસ્થાના બદલામાં 37,500 રૂપિયાની ફી રાખી છે.

તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ પ્રયોગની અનોખુ સ્ટાર્ટઅપ ગણાવી રહ્યા છે, તેની સાથે કેટલાક યુઝર્સ પણ તેનો આનંદ લઈ રહ્યા છે. કોઈ કહે છે કે ‘મૃતદેહને મૃત્યુ પછી જે કંઈ જોઈએ છે, તે બધું પૂરું પાડશે’. સમજો કે મૃત્યુ પછી મેનેજમેન્ટ કંપની છે, તો કોઈ કહે છે કે ‘હે ભગવાન, આ જોવાનું બાકી હતું. સંયુક્તથી સિંગલ રહેવાની પ્રથા ખુબ વધતી જાય છે. લોકો કહે છે આ સુવિધા એવા લોકો માટે ઉપયોગી છે જે એકલા રહે છે, અથવા સમાજ સાથે કોઈ સંબધ નથી. જ્યાં તમારા મૃતદેહને ઉઠાવવા માટે ચાર લોકો પણ એકઠા ન થાય, તો સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટનો સંપર્ક કરો.

કંપનીના ડિરેક્ટરે શું કહ્યું?

સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટના ડિરેક્ટર અને સહ-સ્થાપક સંજય રામગુડેએ ટીવી 9 નેટવર્કને જણાવ્યું હતું કે તેઓ અંતિમ સંસ્કાર માટે પૂર્વ આયોજન પણ કરે છે અને અત્યાર સુધીમાં લગભગ 5,000 અંતિમ સંસ્કાર કર્યા છે. હાલમાં આ સેવા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઉપલબ્ધ છે, પરંતુ તેઓ સમગ્ર ભારતમાં તેની શાખાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ફ્રેન્ચાઈઝી ખોલવાનું પણ વિચારી રહ્યા છે. ઈમરજન્સી ફ્યુનરલનો ખર્ચ 8,000 થી 12,000 રૂપિયા આવે છે, જ્યારે પૂર્વ-આયોજન અંતિમ સંસ્કારનો ખર્ચ લગભગ 40 હજાર રૂપિયા આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati