20 કરોડનો દંડ અથવા દોઢ વર્ષની સજા… ક્રિપ્ટોકરન્સી વિરુદ્ધ આવો પ્રસ્તાવ લાવી શકે છે સરકાર:  રિપોર્ટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે અગાઉ પ્રસ્તાવિત બિલ પર કેટલાક વધારાના કામ કરવામાં આવ્યા છે. બિલમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.

20 કરોડનો દંડ અથવા દોઢ વર્ષની સજા... ક્રિપ્ટોકરન્સી વિરુદ્ધ આવો પ્રસ્તાવ લાવી શકે છે સરકાર:  રિપોર્ટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:44 PM

ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સી સંબંધિત વ્યવસાયની દેખરેખ માટે મૂડી બજારના નિયમનકારની નિમણૂક થઈ શકે છે. આ મુદ્દા પર નજર રાખી રહેલા કેટલાક લોકોએ માહિતી આપી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટરની નિમણૂક પર વિચારણા કરવામાં આવી રહી છે કારણ કે સરકાર બિટકોઈન અથવા અન્ય ક્રિપ્ટોકરન્સીને (Cryptocurrency) નાણાકીય સંપત્તિનો દરજ્જો આપી શકે છે. આ એ જ સંપત્તિ છે જેમાં સોનું, બોન્ડ, શેર વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સરકાર ક્રિપ્ટોકરન્સીને રૂપિયા-નાણાનો દરજ્જો નહીં આપે.

ભારત સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં સંસદમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે એક બિલ લાવશે, જે નાણા મંત્રાલય દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે. એક અહેવાલમાં જણાવવામાંં આવ્યું છે કે સરકાર તરફથી ક્રિપ્ટો ધરાવનારા લોકોને એક સમય મર્યાદા આપવામાં આવશે જેમાં તેમણે તેમની ક્રિપ્ટો સંપત્તિની માહિતી સરકાર સાથે શેર કરવાની રહેશે.

સમયમર્યાદા હેઠળ, સરકારી નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવશે. સંસદમાં લાવવામાં આવનાર બિલમાં ક્રિપ્ટોકરન્સીની જગ્યાએ CryptoAsset નું નામ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં લાવવામાં આવનાર બિલમાં રિઝર્વ બેંકની યોજનાનો કોઈ ‘રેફરન્સ’ નહીં હોય જેમાં CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બનાવવાની વાત ચાલી રહી છે. બિલમાં ભારતની ડિજિટલ કરન્સીનો ઉલ્લેખ નથી.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી

સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનારને 20 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા 1.5 વર્ષની જેલ થઈ શકે છે. બિલની જાણકારી ધરાવતી એક વ્યક્તિએ જણાવ્યું હતું. સરકાર ક્રિપ્ટોએસેટ સંબંધિત બિલમાં લઘુત્તમ મર્યાદા નક્કી કરી શકે છે જે વ્યક્તિ નાણાકીય સંપત્તિ તરીકે રોકાણ કરી શકે છે. નાના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરી શકે છે.

શું કહ્યું નાણા મંત્રાલયે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે અગાઉ પ્રસ્તાવિત બિલ પર કેટલાક વધારાના કામ કરવામાં આવ્યા છે. બિલમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. અહીં ખાનગી ક્રિપ્ટોકરન્સીનો અર્થ બિટકોઈન, ઈથર અથવા ડોજકોઈનથી છે. નવા બિલમાં ક્રિપ્ટોકરન્સી રાખવાની લઘુત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે, જેનાથી આગળ કોઈ વ્યક્તિ રોકાણ કરવા માટે હકદાર નહીં હોય. બિટકોઈનને દેશમાં કોઈ ચલણનો દરજ્જો આપવામાં આવશે નહીં, સરકાર બિલ દ્વારા સંસદમાં આવો પ્રસ્તાવ મૂકી શકે છે.

ભારતમાં વધ્યું ક્રિપ્ટો માર્કેટ

જૂન 2021 સુધીમાં, ભારતમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટ 641 ટકા વધ્યું છે. ક્રિપ્ટો એનાલિસિસ કરતી સંસ્થા ચેઇનલિસિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઓક્ટોબરના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં લાખો લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે સરકાર ડિજિટલ કરન્સીથી થતી આવક પર ટેક્સ લેવાનું વિચારી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કોઈપણ પ્રકારના વર્ચ્યુઅલ સિક્કા સાથેના વ્યવહારો સામે કડક કાયદો લાવશે કારણ કે ક્રિપ્ટોકરન્સીનો કારોબાર કોઈપણ નિયમન વિના સંપૂર્ણ રીતે ફેલાયેલો છે. નવેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ કરન્સીને લઈને એક બેઠક કરી હતી. મીટિંગમાં તેમણે કહ્યું હતું કે નિયમન વિના ક્રિપ્ટો માર્કેટને ફ્રી હેન્ડ આપી શકાય નહીં જેના દ્વારા લોકો મની લોન્ડરિંગ કરે છે. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ આતંકવાદના ભંડોળમાં પણ થઈ શકે છે, જેના પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Agri Infra Fund: સરકારે અત્યાર સુધીમાં 4000 થી વધુ પ્રોજેક્ટ માટે 2071 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું

Latest News Updates

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">