આ અઠવાડિયે ક્રુડમાં તેજીનું વલણ, આગળ વધારે તેજીની આશંકા, જાણો શું થશે અસર

આ અઠવાડિયે ક્રુડમાં તેજીનું વલણ, આગળ વધારે તેજીની આશંકા, જાણો શું થશે અસર

આ અઠવાડિયે બ્રેટ ક્રૂડ ફ્યુચર પ્રતિ બેરલ 73.52 ડોલરના સ્તરથી વધીને 76.14 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. એટલે કે એક સપ્તાહ દરમિયાન કાચા તેલની કિંમતમાં 3.5 ટકાનો વધારો થયો છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 25, 2021 | 11:49 PM

કાચા તેલની (crude oil) કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. ગયા સપ્તાહની નરમી બાદ આ સપ્તાહે ફરી એકવાર કાચા તેલમાં વધારો જોવા મળ્યો છે અને બ્રેંટ ક્રૂડ (Brent crude) 75 ડોલર પ્રતિ બેરલ પાર કરી ગયું છે. આ તરફ બજાર નિષ્ણાતો (market experts) આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા વર્ષે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 90 ડોલરને પણ પાર કરી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયે બ્રેટ ક્રૂડ ફ્યુચર પ્રતિ બેરલ 73.52 ડોલર ના સ્તરથી વધીને 76.14 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. એટલે કે એક સપ્તાહ દરમિયાન કાચા તેલની કિંમતમાં 3.5 ટકાનો વધારો થયો છે. એટલે કે એક સપ્તાહ દરમિયાન કાચા તેલની કિંમતમાં 3.5 ટકાનો વધારો થયો છે. માત્ર ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન બ્રેંટ ક્રૂડમાં 7.8 ટકાનો વધારો થયો છે.

નવેમ્બરના અંતમાં બ્રેંટ પ્રતિ બેરલ 70.57 ડોલરના સ્તરે હતો. તે જ સમયે ગયા સપ્તાહે ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી. એક સપ્તાહ દરમિયાન બ્રેંટ ક્રૂડમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓમિક્રોન પર વધુ સારા સંકેતો સાથે કિંમતો હવે ફરી એકવાર અપટ્રેન્ડના સંકેતો દર્શાવે છે.

2022માં ક્રૂડ 90 ડોલરને પાર કરી શકે છે

મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વૃદ્ધિની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેંટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરની સપાટીને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી, તેથી કાચા તેલમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવું જ અનુમાન જાહેર કર્યુ છે, જો કે તેનું અનુમાન આના કરતા પણ ઘણું વધારે હતું. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. જેના કારણે બ્રેંટના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી જશે.

ઘરેલું ગ્રાહકો પર મોંઘા ક્રૂડની શું અસર થશે

ભારતમાં તેલની મોટાભાગની જરૂરિયાત આયાત કરવામાં આવે છે. તે જ સમયે તેની છૂટક કિંમતો વિદેશી બજારોમાં કિંમત અને ભારતમાં તેના પર લાદવામાં આવતી ડ્યુટી દ્વારા નક્કી કરવામાં આવે છે. આ સાથે ડોલર-રૂપિયામાં વિનિમય દર પણ કિંમતોને અસર કરે છે. હાલ આ ત્રણેય કેસમાં સ્થિતિ સારી નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો ઊંચા સ્તરે છે. જો વિદેશી બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધશે તો સ્થાનિક ગ્રાહકોની મુશ્કેલી વધી જશે.

જો કે અર્થવ્યવસ્થામાં સુધારાની સાથે સાથે સરકારની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં સરકાર ટેક્સ પર અંકુશ લાવે અને ગ્રાહકો પરના દબાણને મર્યાદિત કરે તેવી શક્યતાઓ જોવા મળી શકે છે. જેવું સરકારે તહેવારોની સિઝનમાં કર્યું હતું. જો કે ક્રૂડ જેટલો વધુ વધશે તેટલી કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા ઓછી રહેશે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થશે આ ખાસ બિલ, બેરોજગાર યુવાનોને મહિને 5 હજાર રૂપિયા આપવાની ભલામણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati