ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકે બેન્કને જણાવવી પડશે પ્રાયોરિટી સર્વિસ, 30 સપ્ટેમ્બરથી RBIના નવા નિયમ થશે લાગુ

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકે બેન્કને જણાવવી પડશે પ્રાયોરિટી સર્વિસ, 30 સપ્ટેમ્બરથી RBIના નવા નિયમ થશે લાગુ

તમે પેમેન્ટ માટે કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છો અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધુ છે તો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦થી લાગુ થનાર નવા નિયમો આપના માટે જાણવા જરૂરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં  ફેરફાર કરી રહી છે. કાર્ડ હોલ્ડરે ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન, ઓનલાઇન ટ્રાંજેક્શન અને કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંજેક્શન માટેની પ્રાયોરિટી બેન્કને જણાવવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કસ્ટમર્સને કાર્ડની જે સર્વિસની જરૂરિયાત હશે તેના માટે અરજી કરવી પડશે.  બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરતી વખતે કસ્ટમર્સને લોકલ ટ્રાંજેક્શનની અનુમતિ આપશે, પણ જો જરૂર ન હોય તો એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા અને PoS ટર્મિનલ શોપિંગ માટે વિદેશી ટ્રાંજેક્શન જેવી  પરવાનગી અરજી વગર મળશે નહિ

કસ્ટમરને તમામ સર્વિસ કાર્ડના ફીચર તરીકે આપી દેવાશે નહિ . નવા નિયમ મુજબ કસ્ટમર્સ સુવિધાની  જરૂર મુજબ કાર્ડ પર સર્વિસ મેળવશે. ટેક્નોલોજીના ઉપયોગના આધારે ગ્રાહક એટીએમ કાર્ડને મોબાઇલ એપ,  ઇન્ટરનેટ બેકિંગ, એટીએમ મશીન પર જઇને અથવા આઇવીઆર દ્વારા ક્યારેય પણ તેની ટ્રાંજેક્શન લિમિટ અને પ્રકાર નક્કી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati