કોરોનાની બીજી લહેરે ફરી લોકોને બેરોજગાર બનાવ્યા , શહેરી બેકારી દર 10% સુધી પહોંચ્યો

કોરોના રોગચાળાની બીજી લહેરે આર્થિક સુધારની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે

  • Updated On - 10:45 am, Sat, 17 April 21
કોરોનાની બીજી લહેરે ફરી લોકોને બેરોજગાર બનાવ્યા  , શહેરી બેકારી દર 10% સુધી પહોંચ્યો
કોરોનની બીજી લહેર સાથે બેરોજગારી વધી રહી છે,

કોરોના રોગચાળાની બીજી લહેરે આર્થિક સુધારની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) ના ડેટા દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 11 એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને 9.81 ટકા થઈ ગઈ છે. તે 28 માર્ચે સપ્તાહ દરમ્યાન 7.72 ટકા અને માર્ચ મહિનાના આખા મહિનામાં 7.24 ટકા હતો.

બીજી તરફ રાષ્ટ્રીય બેરોજગારી આ સમયગાળા દરમિયાન વધીને 8.58 ટકા થઈ ગઈ છે, જે 28 માર્ચના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 6.65 ટકા હતી. એ જ રીતે આ સમયગાળા દરમિયાન ગ્રામીણ બેરોજગારી 6.18 ટકાથી વધીને 8% થઈ છે. નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યો છે જેના પગલે બેકારી દરમાં વધારો થયો છે.

આ કારણે બેરોજગારી વધી છે નિષ્ણાંતોના મતે માર્ચથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં મોરો, રેસ્ટોરન્ટ , બાર જેવા જાહેર સ્થળોએ શહેરી રોજગારમાં વધુ ઘટાડો થયો છે તે કોરોના નિયમોનું સખત પાલન કરે છે અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વિસ્થાપન સ્થિતિ ખરાબ કરશે 2020 માં કોરોના સંકટને લીધે મોટાભાગના પ્રવસી કામદારો તેમના ઘરે પરત ફર્યા હતા. લોકડાઉન હળવા થયા પછી અર્થવ્યવસ્થા પાટા પર આવી ગઈ હતી પરંતુ ફરી એકવાર કોરોના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો લોકડાઉન થાય તે પહેલાં જ નોકરી છોડીને તેમના ઘરે પહોંચવા માંગે છે.આ કારણે બેરોજગારીમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

ઉત્પાદનમાં ઘટાડો અને મોંઘવારીમાં વધારો કોરોનાને કારણે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. માર્ચમાં છૂટક મોંઘવારીનો દર વધીને 5.52 ટકા થયો હતો, કારણ કે ખાદ્ય ભાવો મોંઘા થયા હતા. બીજી તરફ વધતી બેકારી લોકોની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરશે.

  • Follow us on Facebook

Published On - 10:08 am, Sat, 17 April 21

Click on your DTH Provider to Add TV9 Gujarati