CORONA ફરી અર્થતંત્રનું દમ ઘૂંટી રહ્યો છે , એપ્રિલ 2021 માં 70 લાખ લોકો બેરોજગાર બન્યા

દેશમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન અને કરફ્યુનો સહારો લીધો છે.

  • Ankit Modi
  • Published On - 8:30 AM, 4 May 2021
CORONA  ફરી અર્થતંત્રનું દમ ઘૂંટી રહ્યો છે , એપ્રિલ 2021 માં 70 લાખ લોકો બેરોજગાર બન્યા
એપ્રિલ 2021 દરમિયાન દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવી અને બેકારીનો દર રાષ્ટ્રીય સ્તરે વધ્યો છે.

દેશમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન અને કરફ્યુનો સહારો લીધો છે. આવી સ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ ક્યાં તો અટકી ગઈ છે અથવા ખૂબ ધીમી થઈ ગઈ છે. આને કારણે એપ્રિલ 2021 દરમિયાન દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવી અને બેકારીનો દર રાષ્ટ્રીય સ્તરે વધ્યો છે. હાલમાં આ સ્થિતિમાં કોઈ સુધારણાની અવકાશ નથી. મોટાભાગના રાજ્યો સતત લોકડાઉનનો સમય આગળ વધારી રહ્યા છે.

મે 2021 માં સ્થિતિ વધુ બગડવાની સંભાવના
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) અનુસાર એપ્રિલ 2021 દરમિયાન દેશમાં 70 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. આ સાથે દેશમાં બેરોજગારીનો દર વધીને 7.97 ટકા થઈ ગયો છે જે માર્ચમાં 6.5 ટકા હતો. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે ઠપ્પ ધંધાકીય પ્રવૃત્તિઓને કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીની પરિસ્થિતિ ભયાનક બની છે અને તબીબી આરોગ્ય સેવાઓના મોરચે દબાણ છે. એવી આશંકા છે કે મે મહિનામાં પણ આવી જ સ્થિતિ રહેશે.

અર્થતંત્ર ફરી ડગમગે તેવા એંધાણ
દેશમાં કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે માર્ચ 2020 માં કડક લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ કારણે લાખો લોકોની નોકરીઓ ગઈ હતી અને કરોડો લોકોની રોજગાર છીનવાઈ ગઈ હતી. આનાથી દેશના જીડીપીમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે રાજ્યોને અંતિમ ઉપાય તરીકે લોકડાઉન લાદવા કહે છે. નવા કેસોની સંખ્યામાં ભારે વધારો થવાને કારણે રાજ્યોએ પડકારનો સામનો કરી રહેલી આરોગ્ય પ્રણાલીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાદવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા ફરી એકવાર પાટા પરથી ઉતરવાની સંભાવના છે.