Corona Vaccine ની દેશમાં અછત છતાં વ્યવસાયિક નિકાસ પર કોઈ પ્રતિબંધ નહિ, જાણો કારણ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India )ના સીઈઓ અદાર પૂનાવાલા(Adar Poonawalla) કહી રહ્યા છે કે ભારતની જનતાને અવગણીને તેમણે કોવિડ વેક્સીન(Covid Vaccine) અન્ય દેશોમાં નિકાસ કરી નથી.

Corona Vaccine ની દેશમાં અછત છતાં વ્યવસાયિક નિકાસ પર કોઈ પ્રતિબંધ નહિ, જાણો કારણ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 21, 2021 | 8:07 AM

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India )ના સીઈઓ આદર પૂનાવાલા(Adar Poonawalla) કહી રહ્યા છે કે ભારતની જનતાને અવગણીને તેમણે કોવિડ વેક્સીન(Covid Vaccine) અન્ય દેશોમાં નિકાસ કરી નથી. આ સાથે એ પણ હકીકત છે કે કેન્દ્ર સરકારે રસીના વ્યાપારી નિકાસ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.

સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) – SII અને ભારત બાયોટેક(Bharat Biotech)ને વિદેશમાં વેક્સીનના નિકાસ કરવા પર કોઈપણ પ્રકારની મનાઈ ફરમાવાઇ નથી અને વ્યવસાયિક નિકાસ પર પણ કોઈ પ્રતિબંધ લગાવાયો નથી. આ બાબત સરકારી સૂત્રોએ સ્પષ્ટ કરી છે.

દેશમાં અછત છતાં નિકાસ પર કોઈ પ્રતિબંધ કેમ નહિ? સરકારી અધિકારીના જણાવ્યા મુજબ વેક્સીનના વ્યવસાયિક નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સત્તા સરકાર પાસે છે. હાલની વિદેશી વેપાર નીતિ પણ સરકારને વેક્સિનની સ્થાનિક જરૂરીયાતોને પહોંચી વળવા આ બાબતે એકતરફી નિર્ણય લેવાની સત્તા આપે છે પરંતુ આ પગલાથી ડિપ્લોમેટિક સમસ્યાઓ આવશે. ઘરેલું પુરવઠા અને વૈશ્વિક સપ્લાય કમિટમેન્ટ્સમાં સંતુલન રાખવા માટે સરકારનાએક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે રસીનો નિકાસ અટકાવ્યો નથી કારણ કે અન્ય, ગરીબ દેશો, જેમાંથી ઘણા આપણા સહયોગી છે તેમને પણ આ વેક્સીનની જરૂર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અદાર પૂનાવાલાએ સ્પષ્ટતા કરવી પડી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતની જનતાને અવગણીને કોવિડ વેક્સીન અન્ય દેશોમાં નિકાસ કરી નથી. અદાર પૂનાવાલાએ દેશમાં કોરોના વેક્સીનના અભાવ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમે ભારતના લોકોની કિંમતે ક્યારેય પણ કોરોના રસીની નિકાસ કરી નથી. પૂનાવાલાએ ઉમેર્યું હતું કે વિદેશમાં વેક્સીન નિકાસ કરવા સરકાર અને કંપનીઓના નિર્ણય અંગે સઘન ચર્ચાને કારણે આ નિવેદન જરૂરી હતું.

સ્થાનિક બજારને અગ્રતા આપનાર કંપનીઓની સરાહના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતના ઘરેલું ઉત્પાદકોના દમ ઉપર મહામારીને પહોંચી વળવા પર છે. બીજી લહેરની તીવ્રતા જોતાં સરકાર સ્થાનિક બજારને પ્રાધાન્ય આપવા માટે કંપનીઓની પણ પ્રશંસા કરે છેતેમ છતાં જો તેમની પાસે પૂરતો ડોઝ હોય તો તેઓ તેને નિકાસ કરવા માટે સ્વતંત્ર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">