નાના અને મધ્યમવર્ગના લોકો માટે એફોર્ડેબલ હાઉસીંગની સારી સ્કીમ, દરેક પ્રોજેક્ટમાં 500 લોકોને રોજગારી આપવાનું સાંઈનાથ બિલ્ડકોનનું સ્વપ્ન

Sainath બિલ્ડકોન કન્સ્ટ્રકશન ક્ષેત્રનું મોટું નામ છે. સાંઈનાથ બિલ્ડકોન દ્વારા અનેક લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનું કામ થઈ રહ્યું છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 10, 2021 | 5:56 PM

Sainath બિલ્ડકોન કન્સ્ટ્રકશન ક્ષેત્રનું મોટું નામ છે. સાંઈનાથ બિલ્ડકોન દ્વારા અનેક લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનું કામ થઈ રહ્યું છે. અમદાવાદનું સાંઇનાથ બિલ્ડકોન અમદાવાદના અસલાલી, નારોલ, લાંભા જેવા વિસ્તારોમાં લોકોને પોસાય તે રીતે ઘર આપવાનું કામ સાંઈનાથ બિલ્ડકોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાંઈનાથ બિલ્ડકોનની સૌથી સફળ સ્કીમનું નામ છે કર્ણાવતી. સાંઈનાથ બિલ્ડકોનના ચતુરભાઈ મેશિયા શરુઆતમાં પહેલા ખેડૂત હતા. ત્યારપછી તેઓએ હીરા ઘસવાનું કામ કર્યું અને ત્યારબાદ તેમણે કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને કન્સ્ટ્રકશન ક્ષેત્રનું મોટું નામ બની ગયા.

 

 

ઉલ્લેખનીય છે કે નાના અને મધ્યમવર્ગના લોકો માટે સાંઈનાથ બિલ્ડકોને એફોર્ડેબલ હાઉસીંગ ઉપર ભાર મુક્યો છે. ઉલ્લેખનીય છે કે સાંઈનાથ બિલ્ડર્સની દરેક સ્કીમમાં માત્ર ભારતીય બનાવટને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સાંઈનાથ બિલ્ડકોનનો આ પાંચમો પ્રોજેક્ટ છે અને દરેક પ્રોજેક્ટમાં ઓછામાંઓછા 500 લોકોને રોજગારી આપવાનું સાંઈનાથ બિલ્ડકોનનું સ્વપ્ન છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">