પાવર સેક્ટરમાં કોલ ઈન્ડિયાના પુરવઠામાં 11.4 ટકાનો વધારો ! પુરવઠો 3.86 કરોડ ટન પર પહોચ્યો

કોલ ઇન્ડિયા ગયા વર્ષે ઓક્ટોબરથી વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને કોલસાના ઉપાડને નિયમન ન કરવા અને તેમની પાસે સ્ટોક બનાવવા માટે સતત પત્ર લખી રહી છે.

પાવર સેક્ટરમાં કોલ ઈન્ડિયાના પુરવઠામાં 11.4 ટકાનો વધારો ! પુરવઠો 3.86 કરોડ ટન પર પહોચ્યો
પાવર સેક્ટરને કોલ ઈન્ડિયાનો પુરવઠો 11.4 ટકા વધ્યો.

જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયા લિ. (CIL) નો વીજ ક્ષેત્ર માટેનો ઈંધણ પુરવઠો ગયા મહિને 11.4 ટકા વધીને 3.86 કરોડ ટન થયો છે. આ માહિતી સત્તાવાર આંકડાઓ દ્વારા મળી છે. આ ઘટનાક્રમ આ દ્રષ્ટિએ મહત્વનો છે કે દેશના થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની અછતના સંકટનો સામનો કરી રહ્યા છે.

કોલસાના ઉત્પાદનમાં કોલ ઇન્ડિયાની સૌથી મોટી ભૂમિકા છે
જણાવી દઈએ કે દેશના કોલસા ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાનો હિસ્સો સૌથી વધુ 80 ટકા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં,  પાવર એકમોને કોલ ઇન્ડિયાનો પુરવઠો 34.6 મિલિયન ટન રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એપ્રિલ-ઓગસ્ટમાં કોલ ઇન્ડિયાની પાવર પ્લાન્ટ્સને સપ્લાય 27.2 ટકા વધીને 20.59 કરોડ ટન પર પહોચી ગઈ છે.

એસસીસીએલ (SCCL) ના પુરવઠામાં પણ થયો વધારો
સિંગારેની કોલિયરીઝ કંપની લિ. (SCCL) પુરવઠો ઓગસ્ટમાં 73.2 ટકા વધીને 40.8 લાખ ટન પર પહોચ્યો છે. જે ગયા વર્ષે આ જ મહિનામાં 23.6 લાખ ટન પર હતો. એપ્રિલ-ઓગસ્ટમાં વીજ ક્ષેત્રને એસસીસીએલ (SCCL) નો પુરવઠો 84.2 ટકા વધીને 2.21 કરોડ ટન પર પહોચ્યો છે, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 1.20 કરોડ ટન રહ્યું હતું.

આ પાવર પ્લાન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે
અગાઉ, કોલ ઇન્ડિયાએ કહ્યું હતું કે તે પાવર પ્લાન્ટ્સમાં સ્ટોક બનાવવામાં મદદ માટે બહુ સ્તરીય પ્રયાસ કરી રહી છે. કોલ ઇન્ડિયાએ પોતાના ઉંચ્ચ સંગ્રહસ્થાન સ્ત્રોતોમાંથી રેલ તેમજ માર્ગ દ્વારા કોલસાની ઓફર કરવામાં આવી હતી.

કોલ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 16 ઓગસ્ટ સુધી 4. 03 કરોડ ટન ભંડાર ધરાવતી 23 ખાણોની ઓળખ કરવામાં આવી હતી. કોલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે શૂન્યથી છ દિવસનો ભંડાર ધરાવતા પાવર પ્લાન્ટ્સને પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  Maharashtra Rain: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસરને કારણે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, 4 દિવસ માટે ચેતવણી જાહેર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati