કોલ ઈન્ડિયાએ E-Auction દ્વારા વીજ ક્ષેત્રને 79.4 મિલિયન ટન કોલસો ફાળવ્યો, કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક

કોલ ઈન્ડિયાએ E-Auction દ્વારા વીજ ક્ષેત્રને 79.4 મિલિયન ટન કોલસો ફાળવ્યો, કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક

કોલ ઈન્ડિયાએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાનના સમયગાળામાં વિશિષ્ટ ફોરવર્ડ E-Auction દ્વારા ૭૯.૪ મિલિયન ટન કોલસાની ફાળવણી પાવર સેક્ટરને કરી હતી.  વાર્ષિક ધોરણે જે  8% વધારે જરૂરિયાત પુરી કરી હોવાનું સૂચવે છે.  ગત વર્ષે સમાન સમયગાળામાં કોલ ઈન્ડિયાએ ૭૩.૨ મિલિયન ટન કોલસો ફાળવ્યો હતો. E-Auction દ્વારા કોલસાના વિતરણનો હેતુ જે એકમો લાંબા ગાળા સુધી સ્થિર પુરવઠો માંગે છે તેમને કોલસો પૂરો પાડવાનો છે.

આ પ્રક્રિયા સિંગલ વિન્ડો સેવા દ્વારા નિયત ભાવે કોલસો ખરીદવાની દરેકને સમાન તક પૂરી પાડે છે.  દેશભરના એકમો કોલસો બુક કરી શકશે. તેઓ સરળ, પારદર્શક અને ગ્રાહક મૈત્રીપૂર્ણ રીતે કોલસો ખરીદી શકે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.

કોલ ઈન્ડિયા એ વીજ ક્ષેત્રે કોલસોનો મોટો સપ્લાયર છે. સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં તે 80 ટકાથી વધુ ફાળો આપે છે. કંપની આ નાણાકીય વર્ષમાં ઉત્પાદન હજુ વધારવા ઈચ્છે છે. કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati