મોંઘવારીનો વધુ એક માર! ફરી એક વાર સીએનજીની કિંમતમાં થયો વધારો, જાણો શું રહેશે નવા ભાવ

ગુજરાતની વાત કરીએ તો ગેસના ભાવમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2022માં 1.59 રૂપિયા વધારો થયો હતો, માર્ચ 2022માં 4 રૂપિયા વધારો નોંધાયો હતો. 6 એપ્રિલ 2022માં 6.45 રૂપિયા વધારો થયો હતો.

મોંઘવારીનો વધુ એક માર! ફરી એક વાર સીએનજીની કિંમતમાં થયો વધારો, જાણો શું રહેશે નવા ભાવ
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 02, 2022 | 1:54 PM

આજથી અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા સીએનજીના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે. 1.99 રૂપિયાનો વધારો આજથી લાગુ થવા જઈ રહ્યો છે. જેથી સીએનજીના જે જુનો ભાવ 83.90 રૂપિયા હતા જે હવે 85.89 રૂપિયા રહેશે. દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે આજે ગુજરાતમાં અદાણી દ્વારા (CNG)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં સીએનજીના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગેસના ભાવમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. 5 જાન્યુઆરી 2022માં 67.53 રૂપિયા. 1.59 રૂપિયા વધારો થયો હતો. તો 23 માર્ચે 2022માં 70.53 રૂપિયા. 4 રૂપિયા વધારો નોંધાયો હતો. જ્યારે 6 એપ્રિલે 2022માં 76.98 રૂપિયા. 6.45 રૂપિયા વધારો અને 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા. 2.58 રૂપિયા વધારો નોંધાયો હતો જ્યારે 10 મેના રોજ સીએનજીમાં 82.16 રૂપિયાએટલે કે 2.60 રૂપિયા વધારો નોંધાયો છે.

પેટ્રોલના ભાવ સ્થિર તે રાહતની વાત

એક તરફ ગેસના ભાવમાં દીન-પ્રતિદીન વધારો થઈ રહ્યો છે. ત્યારે પેટ્રોલ – ડીઝલના ભાવ લગભગ છેલ્લા 70 દીવસથી સ્થિર છે. તે રાહતની વાત છે. કિંમત 22 મેથી સ્થિર છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો જ્યારે નાણામંત્રીએ એક્સાઇઝ ડ્યુટીમાં કાપની જાહેરાત કરી હતી. 21 મેના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 8.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.05 રૂપિયા સસ્તુ થયું છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર કરવામાં આવે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

ઈંધણમાં ભાવ ઘટે તેવી આશા

આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા જાગી છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓના નબળા આર્થિક ડેટા અને બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર બેરલ દીઠ $100ના સ્તરની નીચે પહોંચી ગયા બાદ સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. અમેરિકા, યુરોપ અને ચીનના તાજેતરના આર્થિક ડેટા અનુસાર, વિશ્વભરના દેશો માંગમાં નબળાઈની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેના કારણે ઉત્પાદનને અસર થઈ છે. હાલમાં રોકાણકારોની નજર આ અઠવાડિયે યોજાનારી ઓપેક દેશોની (OPEC countries) બેઠક પર છે જેમાં સપ્લાય વધારવા માટે ચર્ચા થવાની છે. એવો અંદાજ છે કે જો મંદીનો ડર વધશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટશે, જેનો ફાયદો સ્થાનિક તેલ ગ્રાહકોને થઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati