મોંઘવારીનો વધુ એક માર , મધ્યમ વર્ગને ગાડી ચલાવવી થશે મોંઘી, CNG-PNGના વધશે ભાવ

ICICI સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સરકાર ઓક્ટોબરમાં ગેસની કિંમતમાં લગભગ 76 ટકાનો વધારો કરી શકે છે. ગેસના ભાવમાં વધારાને કારણે સીએનજી અને પીએનજી મોંઘા થશે.

મોંઘવારીનો વધુ એક માર , મધ્યમ વર્ગને ગાડી ચલાવવી થશે મોંઘી, CNG-PNGના વધશે ભાવ
મોંઘવારીનો માર

આવતા મહિને સામાન્ય માણસને વધુ એક મોંઘવારીનો માર પડવાનો છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં આગામી મહિને સીએનજી (CNG) અને પાઈપડ રાંધણ ગેસ (PNG)ના ભાવમાં 10-11 ટકાનો વધારો થઈ શકે છે. આઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI Securities) એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સરકાર ઓક્ટોબરમાં ગેસની કિંમતમાં લગભગ 76 ટકાનો વધારો કરી શકે છે. ગેસના ભાવમાં વધારો થવાને કારણે ગાડી ચલાવવી અને રસોઈ મોંઘી થશે.

 

તમને જણાવી દઈએ કે નવી ડોમેસ્ટીક ગેસ પોલીસી 2014 હેઠળ દર છ મહિને કુદરતી ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ફોર્મ્યુલા વિદેશી કિંમતો પર આધારિત છે. આગામી સમીક્ષા 1 ઓક્ટોબરે થશે. ઓક્ટોબર બાદ ગેસના ભાવ એપ્રિલ 2022માં નક્કી થશે.

 

ગેસની કિંમતમાં આટલો વધારો થઈ શકે 

બ્રોકરેજે કહ્યું કે APM અથવા એડમિનિસ્ટ્રેટેડ રેટ તરીકે ઓળખાતી કિંમત 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ, 2022 ના સમયગાળા માટે 3.15 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) થઈ જશે, જે હાલમાં 1.79 ડોલર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance Industries Ltd) KG-D6 અને BP Plc જેવા ઉંડા પાણીના ક્ષેત્રોમાંથી ગેસનો દર આગામી મહિને વધીને 7.4 ડોલર પ્રતિ એમએમબીટીયુ (mmBtu) થશે.

 

નેચરલ ગેસ (Natural Gas)એ કાચો માલ છે, જે ઓટોમોબાઈલ્સમાં બળતણ તરીકે વાપરવા માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)માં રૂપાંતરિત કરવામાં આવે છે, તેમજ ઘરમાં રસોઈ બનાવવા માટે પાઈપલાઈન (PNG) દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

 

કિંમતમાં 10થી 11 ટકાનો વધારો થઈ શકે

ICICI સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સે (CGDs) ઓક્ટોબરમાં 10-11 ટકા ભાવ વધારવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારોના વલણ મુજબ એપીએમ ગેસની કિંમત એપ્રિલ 2022થી સપ્ટેમ્બર 2022માં 5.93 યુએસ ડોલર પ્રતિ એમએમબીટીયુ અને ઓક્ટોબર 2022થી માર્ચ 2023 દરમિયાન 7.65 યુએસ ડોલર પ્રતિ એમએમબીટીયુ રહેવાની શક્યતા છે.

 

એપ્રિલ 2022માં પણ CNG અને PNGના ભાવમાં વધારો થશે

આનો અર્થ એ થશે કે એપ્રિલ 2022માં સીએનજી અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં 22-23 ટકા અને ઓક્ટોબર 2022માં 11-12 ટકાનો વધારો થશે.

 

 49થી 53 ટકાનો સુધીનો થશે ભાવ વધારો

APM ગેસની કિંમતો નાણાકીય વર્ષ 2022ના પહેલા છ મહિનામાં 1.79 ડોલર પ્રતિ mmBtuથી નાણાકીય વર્ષ 2023ના બીજા છ મહીનામાં 7.65 ડોલર પ્રતિ mmBtu સુધી વધવાનો અર્થ એ થશે કે MGL અને IGLએ ઓક્ટોબર 2021થી 2022 દરમિયાન 49થી 50 ટકા સુધી કિંમતમાં વધારો કરવો પડશે.

 

આ કંપનીઓને થશે ફાયદો

ગેસના ભાવમાં વધારો ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓના માર્જિનને વધારવામાં મદદ કરશે.

 

આ પણ વાંચો : ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

Click on your DTH Provider to Add TV9 Gujarati