દિવસ દરમ્યાનના કારોબારના અંતે આખરે ભારતીય શેરબજાર તેજી નોંધાવી બંધ થયા હતા. દિવસનો કારોબાર બંધ થયો ત્યારે નિફટીની છેલ્લી સપાટી 11,889 જયારે સેન્સેક્સ 40,522 ઉપર કારોબાર કરી રહ્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 11,899.05 સુધી પહોંચી તો સેન્સેક્સ 40,555.60 સુધી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.61 ટકા વધીને 14,947.92 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકાની મજબૂતીની સાથે 15,085.94 પર બંધ થયા છે.
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 376.60 અંક એટલે કે 0.94 ટકાની મજબૂતીની સાથે 40522.10 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 118.60 અંક એટલે કે 1.01 ટકાની વધારાની સાથે 11886.40 ના સ્તર પર બંધ થયા છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક અને મેટલ 0.01-3.14 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.88 ટકાના વધારાની સાથે 24,769.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ.
ભારતીય શેરબજારોની છેલ્લી સ્થિતિ આ પ્રમાણે રહી હતી
બજાર | સૂચકાંક | વૃદ્ધિ (આંકમાં) | વૃદ્ધિ (ટકામાં) |
SENSEX | 40,522.10 | +376.60 | |
NIFTY | 11,889.40 | +121.65 |
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો