Closing Bell : બેન્કિંગ શેરોમાં ઉછાળાએ સતત ૧૦માં દિવસે શેરબજારને નફામાં રાખ્યું

સતત દશમાં દિવસે બજાર વૃદ્ધિ સાથે બંધ થયું છે. પ્રારંભિક સત્રમાં નબળી શરૂઆત બાદ બેન્કિંગ ક્ષેત્રની મદદથી ભારતીય શેરબજારે શાનદાર રિકવરી કરી હતી. આજનો કારોબાર પૂર્ણ થતા સુધી સેન્સેક્સ 169 અને નિફટી ૩૬ અંક વૃદ્ધિ સાથે બંધ થયું છે. આજના કારોબારમાં સેન્સેક્સમાં ૦.૪ અને નિફટીમાં ૦.૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. દિવસના અંતે સેન્સેક્સ 40,794.74 અને […]

Closing Bell : બેન્કિંગ શેરોમાં ઉછાળાએ સતત ૧૦માં દિવસે શેરબજારને નફામાં રાખ્યું
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 14, 2020 | 5:18 PM

સતત દશમાં દિવસે બજાર વૃદ્ધિ સાથે બંધ થયું છે. પ્રારંભિક સત્રમાં નબળી શરૂઆત બાદ બેન્કિંગ ક્ષેત્રની મદદથી ભારતીય શેરબજારે શાનદાર રિકવરી કરી હતી. આજનો કારોબાર પૂર્ણ થતા સુધી સેન્સેક્સ 169 અને નિફટી ૩૬ અંક વૃદ્ધિ સાથે બંધ થયું છે. આજના કારોબારમાં સેન્સેક્સમાં ૦.૪ અને નિફટીમાં ૦.૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. દિવસના અંતે સેન્સેક્સ 40,794.74 અને નિફટી 11,971.05 અંકની મજબૂત સ્થિતિ ઉપર બંધ થયા હતા. આવતીકાલે નિફટી ફરી 12K ની સપાટીને સ્પર્શે તેવી આશા સેવાઈ રહી છે.

આજે સપ્તાહના મધ્યમાં બુધવારે કારોબારમાં ૧૨૦૨ શેર નફામાં રહ્યા જયારે ૧૪૩૯ શેરનો કારોબાર નબળો રહ્યો હતો. કુલ ૧૬૦ શેરોમાં કોઈ ખાસ ઉતાર – ચઢાવ નજરે પડ્યો નથી.  નિફ્ટીમાં બજાજ ફિનસર્વ, SBI લાઇફ ઇંશ્યોરન્સ , બજાજ ફાઇનાન્સ, ICICIબેન્ક અને INDUSIND બેન્ક સારો દેખાવ કર્યો હતો. વિપ્રો, એનટીપીસી, ONGC, કોલ ઇન્ડિયા અને ટાટા મોટર્સ આજે નબળા રહ્યા હતા. બેન્ક, એફએમસીજી અને મેટલ ને બાદ કરતા અન્ય તમામ ક્ષેત્ર આજે ખાસ નફાકારક સ્થિતિમા ણ રહ્યા અને ઘણાએ આજે નુક્શાનનીનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">