અમેરિકી પ્રતિબંધોને કારણે ચીની કંપની HUAWEIનો વ્યવસાય ઠપ્પ થવાના આરે પહોંચ્યો

જો તમારી પાસે HUAWEI મોબાઈલ છે? તો તેને સંભાળીને રાખજો. આગામી સમયમાં તે ચીનની બહાર એક દુર્લભ વસ્તુ હોઈ શકે છે. HUAWEI ક્યારેક વિશ્વની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની હતી,

  • Ankit Modi
  • Published On - 18:43 PM, 8 Mar 2021
અમેરિકી પ્રતિબંધોને કારણે ચીની કંપની HUAWEIનો વ્યવસાય ઠપ્પ થવાના આરે પહોંચ્યો

જો તમારી પાસે HUAWEI મોબાઈલ છે? તો તેને સંભાળીને રાખજો. આગામી સમયમાં તે ચીનની બહાર એક દુર્લભ વસ્તુ હોઈ શકે છે. HUAWEI ક્યારેક વિશ્વની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની હતી, જેને વર્ષ 2021માં મોટા પાયે ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડશે. ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અંદાજ છે કે આ ઘટાડો લગભગ 60 ટકા જેટલો થશે. રિસોર્ટ ફર્મ ગાર્ટનર અનુસાર વર્ષ 2019ના અંતમાં કંપનીની રેન્કિંગ સેમસંગ અને એપલથી ત્રીજા ક્રમે હતી, પરંતુ એક વર્ષ પછી કંપની બે સ્થાન ગગડીને પાંચમા ક્રમે પહોંચી ગઈ અને બીજી તરફ એપલ પ્રથમ નંબરે પહોંચી ગઈ હતી.

 

પ્રતિબંધોને કારણે થયું ભારે નુકસાન
ગયા વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ચીની કંપની HUAWEIને સ્માર્ટફોનના વેચાણમાં 41 ટકાનો જંગી ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. ચીન સાથે અમેરિકાની ટ્રેડ વોર અને અન્ય કારણોસર યુ.એસ.સરકાર દ્વારા કંપની પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ નુકસાન થયું છે. 2019માં યુએસ દ્વારા લાદવામાં આવતા વેપાર પ્રતિબંધોને લીધે બંને ચીની બ્રાન્ડના ફોન પરથી એપ્લિકેશનો અને ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ પાછી ખેંચી લેવામાં આવી હતી. બજારમાં સ્પર્ધા અને ગ્રાહકો ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ-એન્ડ્રોઈડના ટેવાયેલા હોવાને કારણે આ પ્રતિબંધ કંપની માટે મોટો આંચકો સાબિત થયા છે. ગૂગલ મેપ્સ, યુટ્યુબ અને પ્લે સ્ટોર જેવી મહત્વપૂર્ણ એપ્લિકેશનો આ ફોન પર ચાલવાનું બંધ થયું છે.

 

પાર્ટ્સ મળવાનું બંધ થયું
અમેરિકન સરકારના પ્રતિબંધથી અમેરિકાથી મળતી ટેકનોલોજીની પહોંચ પણ રોકવામાં આવી હતી. આનાથી કંપનીને તેની ચીપ ડિઝાઈન કરવા અને પાર્ટ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એએમડી, ઈન્ટેલ, મીડિયાટેક, માઈક્રોન ટેકનોલોજી, માઈક્રોસ.ફ્ટ, ક્યુઅલકોમ, સેમસંગ, એસ કે હ્યાનિક્સ અથવા સોની જેવી કંપનીઓ દ્વારા બનાવાયેલા મુખ્ય કમ્પોનેન્ટ મળવાનું બંધ થયું છે.

 

5G ઈકવીપમેન્ટ
જો કે કેપિટલ વિશ્લેષક જેકબ કહે છે કે યુએસ પ્રતિબંધથી HUAWEIના બીજા ડિવિઝન ઉપર પણ અસર થઈ છે. આ ડિવિઝન ટેલિકમ્યુનિકેશન્સ સાધનો બનાવે છે. 4G અને 5G નેટવર્ક સાધનોના ક્ષેત્રમાં તે નોકિયા, એરિક્સન અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. જેકબ કહે છે. આ 5G ઉપકરણોને પણ ચિપ્સની જરૂર પડે છે અને તે અમેરિકામાં બનાવવામાં આવે છે.

 

વ્યવસાયિક મોડેલમાં ફેરફાર
HUAWEIએ તેના વ્યવસાયિક મોડેલમાં ફેરફાર કર્યો છે અને તેને સોફ્ટવેર, વીડિયો સર્વેલન્સ,ઓટોનોમસ ડ્રાઈવિંગ જેવા ક્ષેત્રોમાં વધાર્યું છે. કંપની હવે ચીનના બજાર પર વધુ ધ્યાન આપી રહી છે. તેમ છતાં પણ કંપનીને આશા છે કે યુએસમાં નવા રાષ્ટ્રપતિના આગમન પછી રાહત થશે, પરંતુ વિશ્લેષકો માને છે કે હાલમાં તેઓ આ પ્રતિબંધો હટાવવાનો કોઈ ઈરાદો દેખાતો નથી.

 

સેમિકન્ડક્ટર ચીપની અછત
આ બધી સમસ્યાઓની સાથે તે સેમીકન્ડક્ટરની પણ અછતનો સામનો કરી રહી છે. ટેકનોલોજી ક્ષેત્રે સેમિકન્ડક્ટર એ એક મહત્વપૂર્ણ ચીપ છે. આ HUAWEI અન્ય વર્ટિકલને અસર કરી રહી છે. સેમીકન્ડક્ટરના અભાવથી સમગ્ર ક્ષેત્ર પર ખરાબ અસર પડી રહી છે. કોવિડ -19 રોગચાળાને કારણે સેમિકન્ડક્ટરની સપ્લાય પર અસર થઈ રહી છે.

 

 

આ પણ વાંચો: Electrification : 2023 સુધીમાં ભારતીય રેલ્વેનું સંપૂર્ણ વીજળીકરણ કરાશે,ગ્રીન રેલ્વેનું સ્વપ્ન થશે સાકાર