ચીટર ચાઈનાને હવે રાજકોટની ઈમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ હંફાવશે, ચીનના તકલાદીપણાથી કંટાળેલા લોકો ઘરે આંગણે બનાવેલી જ્વેલરી તરફ વળ્યા

ચીટર ચાઈનાને હવે રાજકોટની ઈમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ હંફાવશે, ચીનના તકલાદીપણાથી કંટાળેલા લોકો ઘરે આંગણે બનાવેલી જ્વેલરી તરફ વળ્યા

તકલાદી ચાઈના અને તેની વસ્તુઓથી કંટાળેલા ભારતીયો ધીરેઘીરે મેક ઇન ઈન્ડયા તરફ વળવા લાગ્યા છે અને તેનો પરચો તમામ સ્તર પર ચાઈનાને મળી જ રહ્યો છે. અત્યાર સુધી રાજકોટમાં ઈમિટેશન જ્વેલરીમાં ચીનની બોલબાલા હતી જે હવે નહિ રહે. રાજકોટમાંજ ચીન કરતા સસ્તી અને સારી ઈમિટેશન જ્વેલરી બનશે. રાજકોટ ઈમિટેશન માર્કેટ એસો.ના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાનાં […]

Pinak Shukla

|

Dec 01, 2020 | 3:48 PM

તકલાદી ચાઈના અને તેની વસ્તુઓથી કંટાળેલા ભારતીયો ધીરેઘીરે મેક ઇન ઈન્ડયા તરફ વળવા લાગ્યા છે અને તેનો પરચો તમામ સ્તર પર ચાઈનાને મળી જ રહ્યો છે. અત્યાર સુધી રાજકોટમાં ઈમિટેશન જ્વેલરીમાં ચીનની બોલબાલા હતી જે હવે નહિ રહે. રાજકોટમાંજ ચીન કરતા સસ્તી અને સારી ઈમિટેશન જ્વેલરી બનશે.

રાજકોટ ઈમિટેશન માર્કેટ એસો.ના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાનાં જણાવ્યા અનુસાર આ માટે ટ્રેઈનીંગ સેન્ટર ખોલશે અને આવા લોકોને ટ્રેઈન કરવા માટે મુંબઈથી ટ્રેનર આવશે. લોકોને હવે ચાઇનીઝ પ્રોડક્ટ પરથી ભરોસો ઉઠતો જાય છે જેને લઈને રાજકોટના ધોરણે કૈક નવું કરવાનું વિચાર્યું છે કે જેને લઈને રોજગારી તો મળી જ રહે સાથે દેશની ભાવના કેળવાયેલી રહે. હાલમાં મિડલ ઇસ્ટમાંથી રાજકોટના ઉદ્યોગને ઓર્ડર મળવાના શરુ થયા છે.

દેશનું સૌપ્રથમ ટ્રેનિંગ સેન્ટર ખૂલવાથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે. પરિણામે, અંતિમ ગ્રાહક છે તેને સસ્તી કિંમતમાં જ્વેલરી મળશે. ટ્રેનિંગ સિવાયના કલાકો દરમિયાન મશીન પર જોબવર્કની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે ભવિષ્યમાં રાજકોટના વેપારીઓનું ડેલિગેશન આફ્રિકન દેશોની મુલાકાત લે તેવા પ્રકારનું આયોજન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati