Travel Tips: ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? આ કંપની માત્ર 11 રૂપિયામાં ઓફર કરી રહી છે ફ્લાઈટની ટિકિટ
Flight Ticket: આજકાલ મોંઘવારી એટલી વધી રહી છે કે તમને 11 રૂપિયામાં આખી ચા પણ મળતી નથી, ત્યારે વિયેતનામની એરલાઇન વિયેટજેટ માત્ર 11 રૂપિયામાં વિદેશ જવા માટેની ફ્લાઇટ ટિકિટ ઓફર કરી રહી છે. આ વન વે ટિકિટ છે. જેમા ટેક્સ અને ઍરપોર્ટ ફી અલગથી ચુકવવાની રહેશે.

જો તમારે દેશની અંદર ક્યાંય પણ મુસાફરી કરવાની જરૂર હોય, તો કોઈ પણ ડોમેસ્ટિક ઍરલાઈન તમને 11 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ઓફર કરશે નહીં. પરંતુ એક વિદેશી ઍરલાઈન વિયેટજેટ (VietJet) ભારતના અનેક શહેરોથી વિદેશ જવા માટે ફ્લાઇટની ટિકિટ ફક્ત 11 રૂપિયામાં ઓફર કરી રહી છે. જોકે, આ કિંમતમાં ટેક્સ અને એરપોર્ટ ફીનો સમાવેશ થતો નથી. આ ડિસ્કાઉન્ટેડ ટિકિટનો લાભ લેવા માટે, તમારે આજે, 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2025 સુધીમાં બુકિંગ કરાવવી પડશે.
આ એક પ્રમોશનલ ટિકિટ છે
એરલાઇન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 11 રૂપિયાની ફ્લાઇટ ટિકિટ તેના પ્રમોશનલ ટિકિટિંગ અભિયાનના ભાગ રૂપે ઓફર કરવામાં આવી રહી છે. તમે તેને www.vietjetair.com અથવા Vietjet Air mobile app પર જઈને ખરીદી શકો છો. આજથી પરમ દિવસ સુધી જારી કરવામાં આવનારી આ કન્સેશનલ ટિકિટ 1 ડિસેમ્બર, 2025 થી 27 મે, 2026 સુધીની મુસાફરી માટે માન્ય રહેશે. આ ઓફર હેઠળ, ભારતીય ગ્રાહકો દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ અને કોચીથી વિયેતનામના હનોઈ (Hanoi), Ho Chi Minh City હો ચી મિન્હ સિટી અને Da Nang દા નાંગ સુધીની ટિકિટ ખરીદી શકશે. આ કન્સેશનલ ટિકિટ ફક્ત ઇકોનોમી ક્લાસમાં જ ઉપલબ્ધ હશે.
બિઝનેસ ક્લાસમાં પણ ડિસ્કાઉન્ટ
ઉપરોક્ત યોજના ઉપરાંત, વિયેટજેટની બિઝનેસ અને સ્કાયબોસ ક્લાસ ટિકિટો પર દર મહિનાની 2જી અને 20મી તારીખે 20% ડિસ્કાઉન્ટ પણ મળશે. આ બે દિવસનું ડિસ્કાઉન્ટ આખા વર્ષ દરમિયાન માન્ય છે.
પ્રકૃતિનો અદ્દભૂત નજારો માણી શકશો
વિયેતનામની પ્રાકૃતિક સુંદરતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો કોઈનાથી પણ છુપો નથી. આ જ કારણ છે કે ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાંથી લોકો ત્યાં જાય છે. વિયેતજેટની સસ્તી ટિકિટથી તમે શાનદાર બીચનો આનંદ લઈ શકો છો અથવા હનોઈ, હ્યુ અને નિન્હ બિન્હના ઐતિહાસિક નજારાને માણી શકો છો.
