ફૂટવેર અને લેધર સેક્ટર માટે ખુશ ખબર, સરકારની આ જાહેરાતથી થશે ફાયદો, વધશે રોજગાર

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 14, 2022 | 4:44 PM

ફૂટવેર અને લેધર સેક્ટર માટે PLI સ્કીમનો પ્રસ્તાવ હવે ઉદ્યોગ મંત્રાલય દ્વારા અંતિમ મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે.

ફૂટવેર અને લેધર સેક્ટર માટે ખુશ ખબર, સરકારની આ જાહેરાતથી થશે ફાયદો, વધશે રોજગાર
Central government has approved the proposal of PLI scheme for footwear and leather sector

કેન્દ્ર સરકારે ચામડા અને ફૂટવેર ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજનાની પ્રક્રિયા આગળ વધારી છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફૂટવેર અને ચામડા ક્ષેત્ર માટે PLI યોજનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ફૂટવેર અને લેધર સેક્ટર માટે રૂ. 2600 કરોડની PLI સ્કીમ(Production Linked Incentive)નો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની સાથે રૂ. 500 કરોડ સુધીના રોકાણ પર PLI સ્કીમ હેઠળ 8 ટકા પ્રોત્સાહન (Incentives) આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે આ પ્રસ્તાવને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અંતિમ મંજૂરી માટે ટૂંક સમયમાં કેબિનેટને મોકલવામાં આવશે.

આ યોજના ચામડા ક્ષેત્ર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે, ચામડા ક્ષેત્રને લગતી પર્યાવરણીય ચિંતાઓને દૂર કરશે, વધારાના રોકાણની સુવિધા આપશે, રોજગાર પેદા કરશે અને ઉત્પાદનમાં વધારો કરશે. વધેલા પ્રોત્સાહનો આ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ આકર્ષિત કરશે અને ક્ષેત્રની મોસમી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને શ્રમ કાયદાઓમાં સુધારાઓ અર્થતંત્રને મોટાપાયે સ્પર્ધા કરવામાં મદદ કરશે.

આ સાથે લેધર ફૂટવેર અને એસેસરીઝ સેક્ટરમાં રોજગાર નિર્માણ માટેના વિશેષ પેકેજમાં 3 વર્ષમાં 3.25 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે અને આ ક્ષેત્રમાં 2 લાખ નોકરીઓ સુનિશ્ચિત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.

જાણો શું છે PLI સ્કીમ

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આયાત બિલમાં ઘટાડો કરવા માટે, કેન્દ્ર સરકારે માર્ચ 2020માં PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં ઉત્પાદિત ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવા કંપનીઓને પ્રોત્સાહિત કરવાનો છે. દેશમાં PLI યોજના માટે 13 પ્રદેશની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દેશની મેન્યુફેક્ચરિંગ કંપનીઓને અલગ-અલગ હેડ હેઠળ 1.97 લાખ કરોડનું પ્રોત્સાહન આપશે. વિદેશી કંપનીઓને ભારતમાં આમંત્રિત કરવા ઉપરાંત, આ યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમોની સ્થાપના અથવા વિસ્તરણ માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati