કેન્દ્રીય નાણાં પંચે તૈયાર કર્યો 2021-22થી 2025-26 સુધીનો અહેવાલ, 9 નવેમ્બરે રાષ્ટ્રપતિને સોપાશે અહેવાલ

15મા નાણાં પંચે નાણાંકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીનો એક અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને સુપરત કરવામાં આવશે. શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં કમિશને કહ્યું કે રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે. જે ટૂંક સમયમાં સુપરત કરાશે. આયોગના અધ્યક્ષ એન.કે.સિંઘે શુક્રવારે અહેવાલ પર દરેક સભ્યો સાથે સલાહ-સૂચનો મેળવી […]

કેન્દ્રીય નાણાં પંચે તૈયાર કર્યો 2021-22થી 2025-26 સુધીનો અહેવાલ, 9 નવેમ્બરે રાષ્ટ્રપતિને સોપાશે અહેવાલ
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Oct 31, 2020 | 11:59 AM

15મા નાણાં પંચે નાણાંકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીનો એક અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને સુપરત કરવામાં આવશે. શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં કમિશને કહ્યું કે રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે. જે ટૂંક સમયમાં સુપરત કરાશે. આયોગના અધ્યક્ષ એન.કે.સિંઘે શુક્રવારે અહેવાલ પર દરેક સભ્યો સાથે સલાહ-સૂચનો મેળવી લીધા છે.  સિંઘ અને કમિશનના અન્ય સભ્યોએ રિપોર્ટ પર સહી કરી હતી. આયોગના સભ્યોમાં અજય નારાયણ ઝા, અનૂપસિંહ, અશોક લાહિરી અને રમેશચંદનો સમાવેશ થાય છે. આ અહેવાલ સોંપવા માટે કમિશને રાષ્ટ્રપતિ ભવન પાસેથી સમય માંગ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન 9 નવેમ્બર માટે સમય આપ્યો છે. અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવશે. આ ઉપરાંત એક નકલ આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવશે. 15 મા નાણાપંચે એન.કે.સિંઘની અધ્યક્ષતામાં આ અહેવાલ તૈયાર કર્યો છે. 15 મા નાણાપંચે આ અહેવાલમાં પાંચ નાણાકીય વર્ષો માટે સૂચનો કર્યા છે. નાણામંત્રી દ્વારા આ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ પછી, સરકાર રિપોર્ટમાં આપેલા સૂચનોનો અમલ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત વિવિધ સ્થાનિક સરકારો, પૂર્વ નાણાં પંચોના અધ્યક્ષ, આયોગની સલાહકાર સમિતિ અને ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લીધા પછી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati