લોકડાઉનથી રદ થયેલી હવાઇ મુસાફરીના નાણાં અટવાયા છે ? ચિંતા ન કરશો, આવતા અઠવાડિયા સુધી રિફંડ મળશે, જાણો વિગતવાર

જો લોકડાઉન(Lockdown)ને કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટેની ટિકિટનું રિફંડ પ્રાપ્ત નથી થયું તો ચિંતિત થશો નહિ . આવતા અઠવાડિયા સુધીમાં ફ્લાઇટ ટિકિટના પૈસા તમારા ખાતામાં પરત કરી દેવામાં આવશે.

લોકડાઉનથી રદ થયેલી હવાઇ મુસાફરીના નાણાં અટવાયા છે ? ચિંતા ન કરશો, આવતા અઠવાડિયા સુધી રિફંડ મળશે, જાણો વિગતવાર

જો લોકડાઉન(Lockdown)ને કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટેની ટિકિટનું રિફંડ પ્રાપ્ત નથી થયું તો ચિંતિત થશો નહિ . આવતા અઠવાડિયા સુધીમાં ફ્લાઇટ ટિકિટના પૈસા તમારા ખાતામાં પરત કરી દેવામાં આવશે. મુસાફરો કે જેમને ઘરેલુ ઉડાન માટે લોકાઉન દરમિયાન રદ કરાયેલ ઘરેલુ ફ્લાઇટ્સ માટે હજી સુધી રિફંડ પ્રાપ્ત થયું નથી તેઓને આવતા અઠવાડિયે રિફંડ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 25 માર્ચે દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ વિમાન સેવાનું સંચાલન બંધ કરાયું હતું. 25 મેથી દેશભરની ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી પરંતુ ઘણા મુસાફરો એવા હતા કે જેમની ટિકિટના પૈસા લોકડાઉન દરમિયાન પાછા મળ્યા ન હતા.

આ મામલો 25 માર્ચથી 25 મે સુધીની રદ થયેલી ફ્લાઇટ્સ સાથે સંબંધિત છે જેના માટે એરલાઇન્સ દ્વારા બાદમાં ઉપયોગ માટે ક્રેડિટ શેલમાં બુકિંગની રકમ સ્થાનાંતરિત કરવામાં આવી હતી જેથી લોકો પછીથી ટિકિટ બુક કરાવી શકે. સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવાયું છે કે નાણાકીય કટોકટીમાં એરલાઇન્સ 31 માર્ચ 2021 સુધી ક્રેડિટ શેલમાં રિફંડની રકમ રાખી શકે છે. જો મુસાફરે માર્ચના અંત સુધીમાં ક્રેડિટ શેલનો ઉપયોગ કર્યો નથી તો એરલાઇન રોકડ પરત કરશે.

આ રકમ આંતરરાષ્ટ્રીય બુકિંગ માટે એરલાઇન અને ટ્રાવેલ એજન્ટ દ્વારા કોર્ટના ઓક્ટોબરના આદેશના 15 દિવસની અંદર મુસાફરને આપવાની રહેશે. ડિસેમ્બરમાં સરકારે કહ્યું હતું કે આવી ટિકિટનો લગભગ ત્રણ-ચોથા ભાગ એરલાઇન્સ દ્વારા પરત ફર્યો હતો પરંતુ ઘણા મુસાફરોને હજી પણ તેમના રિફંડની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા મળી નથી.

25 માર્ચથી 24 મે 2020 સુધીના લોકડાઉન દરમિયાન હવાઈ મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી પરંતુ લોકડાઉનને કારણે ફ્લાઇટની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આ મુસાફરોએ તેમની ફ્લાઇટ ટિકિટ રદ કરી હતી અથવા તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી. આ બાદ મુસાફરોએ એરલાઇન્સ પાસેથી કેન્સલ ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું હતું. એરલાઇસે મુસાફરોને ટિકિટ કેન્સલ નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. એરલાઇસે મુસાફરોને પૈસાના બદલામાં ક્રેડિટ શેલ ઓફર કરવાનું શરૂ કર્યું તેના બદલામાં તેઓ પછીથી ટિકિટ બુક કરાવી શકશે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati